આઈએમએફએ ભારતનો વિકાસ દરનો અંદાજ ઘટાડતા બજારમાં મંદીનો ઓછાયો: નિફટી પણ ૩૬ પોઈન્ટ તુટી: ડોલર સામે રૂપિયો નબળો

આઈએમએફની બેઠકમાં ગઈકાલે ભારતનાં વિકાસ દરનો અંદાજ ઘટાડી ૪.૮ ટકા કરવામાં આવતા આજે ઉઘડતી બજારે ભારતીય શેરબજારમાં મંદીનો ઓછાયો જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટી પટકાયા હતા તો અમેરિકી ડોલર સામે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો છે.

7537d2f3 9

વર્ષ ૨૦૨૦માં ભારતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ દર ૫.૮ ટકા અંદાજવામાં આવ્યો હતો અને સુધારી ૬.૫ ટકા સુધી કરાયો હતો પરંતુ ગઈકાલે આઈએમએફની વાર્ષિક સભામાં ભારતનાં વિકાસ દરમાં ઘટાડાનો અંદાજ કરાયો છે અને વિકાસ દર ૪.૮ ટકા જ રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ગઈકાલે સપ્તાહનાં પ્રથમ ટ્રેડીંગ સેશનમાં શેરબજારમાં મંદીનાં ફુંફાડા જોવા મળ્યા હતા. દરમિયાન આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી પટકાયા હતા. સેન્સેકસે ઈન્ટ્રા-ડેમાં ૪૧,૩૦૧ની સપાટીએ પહોંચી ગયો હતો તો નિફટી પણ ૧૨,૧૬૨ પોઈન્ટે પહોંચી જવા પામી હતી. બેંક નિફટીમાં પણ ૧૧૭ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે તો મીડકેપ ૧૦૦ ઈન્ડેક્ષ પણ રેડ ઝોનમાં કામ કરતો નજરે પડે છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આજે ૫ પૈસા જેવી નબળાઈ જોવા મળી હતી. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૪૫ પોઈન્ટનાં કડાકા સાથે ૪૧,૩૮૩ અને નિફટી ૩૯ પોઈન્ટનાં ઘટાડા સાથે ૧૨,૧૮૫ પોઈન્ટ પર કામકાજ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.