ક્રેડિટ એજન્સી મૂડીઝ તરફથી ભારતની BAA રેટિંગ સુધારવાના ફાયદો ઘરેલું શેરબજારને મળ્યો છે. આ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ આજે 400 અંક ઉછળ્યો હતો. અને આ વધારા સાથે સેન્સેક્સ 33, 512ની સપાટીએ પહોંચ્યો છે. હાલમાં બીએસસી સેન્સેક્સ 334 પોઇન્ટ વધીને 33, 441ની સપાટીએ વેપાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 103 અંક વધીને 10, 318ની સપાટીએ લીલા નિશાનમાં વેપાર કરી રહ્યો છે.
મૂડીઝ રેટિંગ સુધર્યું હોવાનો ફાયદો બેકિંગ શેરોને મળી રહ્યો છે. શુક્રવારના વેપારમાં કારોબારમાં આઇસીઆઇસીઆઇ બેંક અને યસ બેંકના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી શેર બજારમાં ઘટાડાનો માહોલ હતો. જે ઘટાડો ગુરૂવારે અટક્યો હતો અને વેચવાલીના માહોલથી શેરબજારને ફાયદો થયો હતો.