નિફટીમાં પણ ૨૧ પોઈન્ટનો સામાન્ય ઉછાળો: રોકાણકારોમાં હાશકારો
ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી આવતી મંદીને આજે બ્રેક લાગી જવા પામી છે. એસબીઆઈએ જાહેર કરેલા ત્રિમાસીક પરિણામમાં ૮૩૮ કરોડનો નફો દર્શાવવામાં આવ્યો હોવાના કારણે બજારમાં મંદીને બ્રેક લાગી હતી અને ત્તેજીની શુભ શરૂઆત થવા પામી છે. નીચા મથાળે નજીવી ખરીદીનો દૌર શરૂ થતાં ત્તેજી શરૂ થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
છેલ્લા ચાર દિવસથી ભારતીય શેરબજારમાં લગાતાર મંદી જોવા મળી રહી છે. એક સપ્તાહમાં સેન્સેકસ ૧૨૦૦થી વધુ પોઈન્ટ તુટયો હતો. જયારે નિફટીમાં પણ જોરદાર કડાકા જોવા મળ્યા હતા. આજે ટ્રેડીંગના અંતિમ દિવસે મંદી પર બ્રેક લાગી હતી અને ત્તેજીનો આરંભ થયો છે.સવારથી બજારમાં સામાન્ય ત્તેજી જોવા મળી રહી છે. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૬૨૭ અને નિફટી ૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૧૯ પર ટ્રેડીંગ કરી રહ્યાં છે.