સપ્તાહના પ્રથમ દિવસે જ બેન્કિંગ અને ઓઇલ ગેસ સહિતના સેકટર તૂટી ગયા
ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સમાં 850 પોઇન્ટ જેટલો કડાકો બોલી ગયા બાદ રિકવર થયું હતું. બપોરે 3:04 કલાકે કલાકે સેન્સેક્સ 400 અંક ઘટી 50393 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 102 અંક ઘટી 14928 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એસબીઆઈ, કોટક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના વધતા જતા જે સહિતના પ્રશ્નોના કારણે બજારમાં ગાબડું પડયું છે.
રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા ખાનગીકરણને લઇને દેશ વ્યાપી હડતાળની પાળવામાં આવી હતી જેના પગલે બેન્કિંગ સેક્ટરના શેરોમાં મોટા પાયે કડાકો બોલી ગયો હતો.
એસબીઆઈ 2.30 ટકા ઘટી 372.45 પર કારોબાર કરી રહ્યો હતો. કોટક મહિન્દ્રા 2.13 ટકા ઘટી 1895.30 પર કારોબાર કરી રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 0.64 ટકા વધી 221.40 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.35 ટકા વધી 10007.40 પર કારોબાર કરી રહ્યો છે.અમેરિકન બોન્ડ યીલ્ડ સોમવારે 13 મહીનાના સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયો છે. આ કારણે મોટાભાગના શેરબજારોએ શરૂઆતનો વધારો ગુમાવી દીધો છે. જાપનાનો નિક્કેઈ ઈન્ડેક્સ 34 અંક ઉપર 2952 પર કારોબાર કરી રહ્યો છે. હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ 73 અંક વધી 28813 પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ 22 અંક નીચે 3423 પર કારોબાર કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 4 અંકના સામાન્ય ઘટાડા સાથે 3050 પોઈન્ટ પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સમાં પણ હલકો ઘટાડો છે.