12 દિવસમાં સેન્સેક્સ બીજી વખત 50 હજારને પાર
ગઈકાલે 2300 પોઇન્ટના ઉછાળા બાદ આજે ફરીથી તેજી: બેન્કિંગ, ટેકનોલોજી, ઓટોમેટીવ અને ફાર્મામાં તેજી
બે દિવસમાં રોકાણકારોની સંપત્તિ સાડા સાત લાખ કરોડના વધારા સાથે બસો લાખ કરોડ નજીક પહોંચી: વિદેશી રોકાણકારો દ્વારા કરોડોની ખરીદી
બજેટ પછી બજારમાં રેકોડ તેજી જોવા મળી રહી છે. ગઈકાલે નિર્મલા સીતારમન દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટના પગલે પોઝિટિવ અસર આજે પણ જોવા મળી રહી છે. સવારે 10.09 કલાકે સેન્સેક્સ 1444 અંક વધી 50,045 પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 420 અંક વધી 14,701 પર કારોબાર કર્યો હતો. આ પહેલાં ઈન્ડેક્સ 21 જાન્યુઆરીએ 50,184ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. બજારની તેજીમાં ઓટો અને બેન્કિંગ શેર સૌથી આગળ છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં પણ 1509 અંકના વધારા સાથે 34,598.90 પર કારોબાર કરી રહ્યો છે. હવે વોલેટિલિટીના કરનાએ કરેક્શન પણ થઈ શકે છે
બજેટના દિવસે બજારમાં ઔતિહાસિક વધારો જોવા મળ્યો હતો. પોઝિટિવ વધારાના પગલે સેન્સેક્સ 5 ટકા વધી 48600.61 પર અને નિફ્ટી 4.74 ટકા વધી 14281.20 પર બંધ થયો હતો. તેમાં બેન્કિંગ શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્કનો શેર 14.71 ટકા, જઇઈં 10 ટકા અને કઝનો શેર 9 ટકા વધી બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ પણ 8.26 ટકા વધી બંધ થયો હતો. લિસ્ટેક કંપનીઓની માર્કેટ કેપ પણ 6.32 ટકા વધી હતી.
બજેટને પગલે શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. 2021નું બીજું લિસ્ટિંગ શાનદાર રહ્યું. ઈન્ડિગો પેઇન્ટ્સનો શેર બીએસઈ પર 2607.50 રૂપિયા પર લિસ્ટ થયો છે. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર પણ શેર 75 ટકા પ્રીમિયમ પર 2607.50 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો છે. એની ઈશ્યુ પ્રાઈસ 1490 રૂપિયા હતી, એટલે કે રોકાણકારોને પ્રતિ શેર 1,117 રૂપિયાનો ફાયદો થયો.
ગ્લોબલ માર્કેટ પણ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી 2.23 ટકા વધી કારોબાર કરી રહ્યો છે. હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ, ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1-1 ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં પણ 0.55 ટકાનો વધારો છે. આ પહેલાં અમેરિકા અને યુરોપિયન બજારોમાં તેજી જોવા મળી હતી. નેસ્ડેક ઈન્ડેક્સ 2.55 ટકા, જઙ 500 ઈન્ડેક્સ 1.61 વધી બંધ થયો હતો. યુરોપિયન માર્કેટમાં ફ્રાન્સનો ઈઅઈ ઈન્ડેક્સ અને જર્મનીનો ઉઅડ ઈન્ડેક્સમાં પણ 1-1 ટકા વધારો રહ્યો હતો.
વીમા ક્ષેત્રે એફડીઆઈની મર્યાદા વધારાઈ હતી. આ ઉપરાંત વિવિધ નાણાંકીય ક્ષેત્રને લગતા સુધારા દાખલ કરવામાં આવતા બજારમાં ફુલગુલાબી તેજીનો માહોલ ઊદભવ્યો હતો. બજેટ દિવસે મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મજબૂત ટોને થયા બાદ બજેટમાં રજૂ થયેલ પ્રોત્સાહક દરખાસ્તોના પગલે વિદેશી રોકાણકારોની રાહબરી હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ તેજીની ચાલ ઝડપથી આગળ વધતા સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને 48764ને સ્પર્શ્યા બાદ કામકાજના આંતે 2314.84 પોઈન્ટ ઊછળીને 48600.61ની સપાટીએ મજબૂત રહ્યો હતો. બેંકેક્સમાં પણ 2886 પોઈન્ટનો જંગી ઊછાળો નોંધાયો હતો.
1997માં તત્કાલિન નાણાંમંત્રી પી. ચિદમ્બરમે ડ્રીમ બજેટ રજૂ કર્યું ત્યારે સેન્સેક્સ 6 ટકા ઊછળ્યો હતો. તે પછી ગઈકાલ અને આજે વિકાસલક્ષી બજેટના પગલે સેન્સેક્સ પાંચ ટકા ઊછળ્યો હતો. આમ, ટકાવારીની દ્રષ્ટિએ ઊછાળો એ 1997ના બજેટ પછીનો સૌથી મોટો ઊછાળો છે.