દેશમાં કોરોના સંકટના વાદળો વચ્ચે વ્યવસ્થાપનના કારણે આશાનુંકિરણ જોવા મળતા સેન્સેકસ ખુલતાની સાથે જ 600 પોઈન્ટ ઉછળ્યો
સેન્સેકસમાં સતત બીજા દિવસે તેજીનું તોફાન જોવા મળી રહ્યું છે. આજે પણ સેન્સેકસમાં 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ ઉછળી હતી. જેના પરિણામે રોકાણકારોના શ્ર્વાસમાં શ્ર્વાસ આવ્યો હતો.
આજે સેન્સેકસમાં ખુલતાની સાથે જ 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. દેશમાં કોરોનાનું સંકટ એકાએક ઘેરાયા બાદ આરોગ્યની વ્યવસ્થા તુરંત મજબૂત બનાવવામાં આવી છે. વ્યવસ્થા સારી થઈ જતાં ભવિષ્યમાં કોરોના સામે વધુ અસરકારક રીતે લડી શકાય તેવી આશા છે. આવી સ્થિતિમાં સેન્સેકસમાં તેજીનું તોફાન જોવા મળ્યું હતું. ગઈકાલે સેન્સેકસ 800 પોઈન્ટ ઉંચો રહ્યો હતો.
આજે પણ સેન્સેકસ 600 પોઈન્ટ જેટલો ઉછળ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેકસ 150 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. અત્યારે સેન્સેકસમાં 49500 પોઈન્ટે ટ્રેડ થઈ રહ્યો છે. આજે બેન્કિંગ, ટેકનોલોજી, ઓઈલ ગેસ, ઓટોમેટીવ, ટેલીકોમ અને ફાર્મા સેકટરમાં ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ બજાજ ફાયનાન્સ, ડોકટર રેડ્ડી, રિલાયન્સ, એકસીસ બેંક, ઈન્ફોસીસ, ટીસીએસ સહિતના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે.