હમાસ અને ઇઝરાયલ યુધ્ધ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ખૂલ્યા

market down

શેર બજાર 

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં આજે ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ખૂલ્યા હતા. હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભિષણ યુધ્ધના કારણે બજારમાં અનિશ્ર્ચિતતા જોવા મળી રહી છે. બૂલીયન બજારમાં તેજીનો કરન્ટ છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો સ્થિર છે.

શુક્રવારે અર્થાત સપ્તાહના અંતિમ ટ્રેડીંગમાં અનેક વૈશ્ર્વિક પરીબળોની અસરના કારણે ભારતીય શેરબજાર પર મંદીના વાદળો ઘેરાયા હતા. રોકાણકારોમાં પણ વિશ્ર્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉંચા મથાળે વેચવાલીનું દબાણ પણ છે. જેના કારણે બજાર મંદીની ગર્તામાં ધકેલાય ગયું છે. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ વધુ એક વખત 66 હજારની સપાટી તોડી હતી અને સરકીને 65895.41ના લેવલ સુધી ગયો હતો. જો કે થોડી રિક્વરી જણાતા બજાર 66176.11ની ઉપલી સપાટીએ પહોંચ્યું હતું. નિફ્ટીમાં પણ કડાકો બોલી ગયો હતો. નિફ્ટી આજે 19635.30ની નીચલી સપાટીએ પહોંચ્યા બાદ થોડી રિક્વરીના કારણે 19736.60ની સપાટી સુધી ઉંચકાય હતી.

બેન્ક નિફ્ટીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો

જ્યારે નિફ્ટી મીડકેપ ઇન્ડેક્સમાં સામાન્ય ઘટાડો રહ્યો હતો. આજની મંદીના માહોલમાં પણ એચડીએફસી એએમસી, મેટ્રોપોલીસ, એચસીએલ ટેક, ટોટ્રાનેટ એલએનજી સહિતની કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ઇન્ફોસીસ, અદાણી એન્ટરપ્રાઇઝ, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, એચડીએફસી બેન્ક અને એસબીઆઇ સહિતની કંપનીના શેરોના ભાવમાં ઘટાડો રહ્યો હતો.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 355 પોઇન્ટના ઘટાડા સાથે 66054 અને નિફ્ટી 96 પોઇન્ટના ઘટાડા સાથે 19697 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.