નિફટીમાં પણ 211 પોઈન્ટનો કડાકો: રોકાણકારોમાં જબરો ફફડાટ]
#sharemarket #sensex #nifty #redzone #india
અબતક, રાજકોટ
એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી ચાલુ રાખવામાં આવતા આજે ઉઘડતા સપ્તાહે સતત પાંચમાં દિવસે ભારતીય શેર બજારમાં મંદીનીસુનામી જોવા મળી હતી. પાંચેય દિવસ તોતીંગ કડાકાથી રોકાણકારોમાં જબરો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આગામી દિવસોમાં પણ બજારમાં મંદીનો માહોલ યથાવત રહેશે તેવું જાણકારો માની રહ્યા છે.
ભારતીય શેર બજારમાં સતત ચાર દિવસ તોતીંગ કડાકો બોલી ગયા બાદ આજે ઉઘડતા સપ્તાહે પણ મુંબઈ શેર બજારના બંને આગેવાન ઈન્ડેકસો સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ કડાકો બોલી ગયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 667 પોઈન્ટના કડાકા સાથે 58351 અને નિફટી 220 પોઈન્ટના કડાકા સાથે 17396 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો પણ આજે તુટયો છે.