ચાલુ અઠવાડિયાના ત્રીજા દિવસે પણ સેન્સેકસમાં ભારે અફરા તફરી જોવા મળી છે. આજે રેન્જ બાઉન્ડ રહ્યાં બાદ સેન્સેકસમાં કડાકો બોલી ગયો છે. સોમવારે 800 પોઈન્ટ જેટલો પડ્યા બાદ સેન્સેકસ ગઈકાલે રેન્જ બાઉન્ડ હતુ જ્યારે આજે 600 પોઈન્ટ જેટલો સરકી ગયો હતો.
એસીસી, અદાણી પોર્ટ, અંબુજા સીમેન્ટ, એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક સહિતના શેરમાં 1.5 થી 2.11 ટકાનું ગાબડુ પડ્યું હતું. નિફટીના ટોચના શેરમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. નિફટીમાં 200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. અત્યારે નિફટી 14713 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેકસ પણ અત્યારે 49775ની સપાટીએ જોવા મળી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. બેંકોની સતત હડતાલ બાદ બેન્કિંગ સેકટરમાં ગાબડુ જોવા મળ્યું હતું. દરમિયાન આજે જીલ, યશ બેંક, વિપ્રો, અલ્ટ્રાટેક સીમેન્ટ, ટ્રેક મહિન્દ્રા જેવા શેરમાં પણ ભારે ધોવાણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત એચડીએફસી, ઈન્ફોસીસ અને આઈટીસી જેવા ટોચના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા.