બૂલીયન બજારમાં પણ જોરદાર ઉછાળો: રૂપીયો મજબૂત
ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો ટોન જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા રહ્યા હતાં. બૂલીયન બજારમાં પણ તેજીનો કરન્ટ જોવા મળ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો. બેન્કીંગ સેક્ટરમાં તેજી રહેવા પામી હતી. બજાર માટે તમામ સાનૂકુળ માહોલ હોય આજે સેન્સેક્સ ફરી એકવાર 63 હજારની સપાટી ઓળંગે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. સેન્સેક્સે 62835.11ની સપાટી હાંસલ કરી હતી. જ્યારે નીચલી સપાટીએ 62674.18એ પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 18696.10ની સપાટી હાંસલ કરી હતી. જ્યારે 18651.65ની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપ ઇન્ડેક્સમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. આજે તેજીમાં ઇન્ડિયા બૂલ્સ, એલએમઆઇ, એલ એન્ડ ટી, બીઓકોન સહિતની કંપનીના શેરોના ભાવ ઉંચકાયા હતા. જ્યારે પીએનબી, વોડાફોન, આઇડિયાના ભાવ તૂટ્યા હતાં.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 215 પોઇન્ટ સાથે 62724 અને નિફ્ટી 58 પોઇન્ટના ઉછાળા સાથે 18866 પોઇન્ટ પર કામકાજ કરી રહી છે. રૂપિયો ડોલર સામે 17 પૈસાની મજબૂતાઇ સાથે 62.63 પર ટ્રેડ કરી રહ્યો છે.