- બંને આગેવાન ઈન્ડેકસો ફરી નવી ટોચે: રોકાણકારો માલામાલ
ભારતીય શેર બજારમાં આજે પણ તેજીનાં તરંગો જોવા મળ્યા હતા સેન્સેકસ અને નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. રોકાણકારો માલામાલ થઈ ગયા છે. તેજી આગામી દિવસોમાં વધુ મજબુત બને તેવા પણ ઉજળા સંજોગો દેખાય રહ્યા છે.
વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ખૂબજ વિકાસ પામી રહ્યું છે. જેના કારણે વિશ્ર્વભરનાં રોકાણકારોનો ભારતીય શેર બજાર પર વિશ્ર્વાસ વધ્યો છે. અને વિદેશી રોકાણકારોને કોથળા ભરીને રૂપીયા ઠાલવાયા છે. ગઈકાલે બુધવારે સેન્સેકસે નવોજ કિર્તીમાન પ્રસ્થાપીત કર્યો હતો. 80 હજારની સપાટી ઓળંગી હતી દરમિયાન આજે પણ બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતુ. સેન્સેકસ અને નિફટીએ નવા હાઈ બનાવ્યા હતા.
આજે સેન્સેકસે ઈન્ટ્રાડેમાં નવી 80392.64 પોઈન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. નીચે સરકી સેન્સેકસ 80113.81 સુધી આવી ગયો હતો. નિફટીએ પણ 24401ની સપાટી હાંસલ કરી હતી. જયારે નીચે સરકી 24319.50 સુધી આવી ગઈ છે. બેંક નિફટી અને નિફટી મીડકેપ 100માં પણ ઉછાળા જોવા મળ્યા હતા બેંક નિફટીએ આજે 53357.70ની સપાટી હાંસલ કરી હતી.
શેર બજારમાં એક ધારી તેજીથી રોકાણકારોના ગજવા ગરમ થઈ ગયા છે. રોકાણકારોની સંપતીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ લખાય રહ્યું છે. ત્યારે સેન્સેકસ 352 પોઈન્ટના ઉછાળા સાથે 80338 અને નિફટી 99 પોઈન્ટના ઉછાળા સાથે 24384 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.