ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવકમાં વધારાથી અનુકુળ સંજોગો ઉભા થવાની આશાથી શેરબજાર ઉછળ્યું

ભારત સહિતના એશિયાઈ બજાર પર તેજી જોવા મળી છે. જેની પાછળ કંપનીઓના ટર્નઓવર વધવા(જીએસટીની આવકમાં વધારાનું આંકલન) , તેજીનો આશાવાદ, વિદેશી મૂડીરોકાણમાં પણ સતત વધારો, બે સત્રમાં એફઆઇઆઈએ ૧૦ હજાર કરોડથી વધારે રકમના શેર ખરીદ્યા સહિતના કારણો જવાબદાર છે.

બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સે પણ આ વર્ષે જાન્યુઆરીની ન્યૂ હાઈ તોડી નાખી છે. સેન્સેક્સ ૬૨૧.૬૩ પોઈન્ટ વધીને ૪૨,૫૧૪.૬૯ અને નિફ્ટી ૧૭૫.૫૫ પોઈન્ટ વધીને ૧૨,૪૩૯ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. શેરબજારમાં આઈટી, બેન્કિંગ અને ફાર્મા સેક્ટરમાં સૌથી વધારે તેજી જોવા મળી છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં ૫૫૯ પોઈન્ટની તેજી જોવા મળી છે.

નિફ્ટીમાં ડિવિઝ લેબનો શેર ૪% ઉપર વેપાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્કનો શેર પર ૨% ઉપર વેપાર કરી રહ્યો છે. એચસીએલ ટેક અને ઈન્ફોસિસના શેર પર ૧-૧ ટકા કરતાં વધારે તેજી સાથે વેપાર કરી રહ્યા છે, જ્યારે સિપ્લા અને આઈટીસીના શેરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સવારે ઇજઊ સેન્સેક્સ ૪૨,૨૭૩ અને નિફ્ટી ૧૨,૩૯૯ના રેકોર્ડ સ્તરે ખૂલ્યા હતા.

આ મહિને વિદેશી મૂડીરોકાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં બે સત્રમાં એફઆઈઆઇએ ૧૦ હજાર કરોડથી વધારે રકમના શેર ખરીદ્યા છે.

ઉપરાંત ભારતીય કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાનાં પરિણામો અપેક્ષા કરતાં વધારે સારાં રહ્યાં છે. આવી અનુકૂળ સ્થિતિને અર્થતંત્રના બેરોમીટરે આગોતરી માપી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.