સપ્તાહના અંતિમ દિવસે રોકાણકારોને સહન કરવો પડ્યો મંદીનો માર
ભારતીય શેરબજારમાં અગાઉ સતત ત્રણ દિવસ તેજીનો કરંટ જોવા મળ્યો હતો. ત્યાર બાદ આજે સપ્તાહના અંતે સેન્સેક્સ રેડઝોનમાં રહી હતી.
સેન્સેક્સ આજે 57000 અને નિફ્ટી 17000ની સપાટી તોડી નીચે સરકી હતી. સપ્તાહના આરંભે ગત સોમવારે શેરબજારમાં મંદીની સુનામી ફૂંકાયા બાદ 3 દિવસથી બજારમાં સતત તેજીનો તોખાર જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ આજે શેરબજારમાં મંદી જોવા મળી હતી. સવારે 11 કલાકે સેન્સેક્સ 56900એ અને નિફટી 16900એ પહોંચી હતી.
આજે એલએન્ડટી ફાયનાન્સ 5.35 ટકા, બાયોકોઈન 4.53 ટકા, ડેલ્ટા કોર્પ 3.55 ટકા નાલકો-3.32 ટકા, કેનેરા બેન્ક 2.97 ટકા, એમએન્ડએમ ફાયન્સાયલ 2.79 ટકા, ચોલા ઇન્વેસ્ટમેન્ટ 2.68 ટકા, ભારત ફોર્જ 2.66 ટકા, ભારત ઇલેક્ટ્રીક 2.61 ટકા, ટોરેન્ટ ફાર્મા 2.61 ટકા, શેઇલ 2.47 ટકા અને ભેલ 2.72 ટકા તૂટ્યા હતાં, સામે એસબીઆઇ લાઇફ ઇન્યોરન્સ 2.36 ટકા અને એચસીએલ ટેક 2 ટકા સાથે ટોપ ગેઇનર રહ્યા હતાં.