નિફટી પણ ગ્રીન ઝોનમાં: સોના-ચાંદીમાં પણ ઉછાળા
ભારતીય શેરબજારમાં આજે સવારથી સતત ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. આજે સેન્સેકસે ૩૮૦૦૦ની સપાટી ઓળંગી હતી. જો કે ત્યારબાદ ઉંચા મથાળે વેંચવાલીનો દૌર શરૂ થતાં થોડી નરમાસ જોવા મળી હતી. દિવસ દરમિયાન બજારમાં સતત સામાન્ય ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સોના-ચાંદીમાં આજે ઉછાળા જોવા મળ્યા હતા તો ગઈકાલે ભારતીય શેરબજારમાં ઉછાળો રહ્યાં બાદ આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. આજે ઈન્ટ્રાડેમાં સેન્સેકસે ૩૮૨૩૫.૯૪ની સપાટી હાસલ કરી હતી. તો નિફટીએ પણ ૧૧૩૦૫.૪૪ની સપાટીને આંબ્યો હતો. જો કે, ત્યારબાદ ઉંચા મથાળે થોડુ વેંચવાલીનું દબાણ વધવાના કારણે સેન્સેકસ અને નિફટી ફરી રેડ ઝોનમાં આવી ગયા હતા. દિવસ દરમિયાન બન્ને આગેવાન ઈન્ડેક્ષમાં સતત ઉતાર-ચઢાવનો દૌર જોવા મળ્યો હતો. થોડીવાર સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં દેખાતા હતા તો થોડીવાર રેડ ઝોનમાં પણ ગરકાવ થઈ જતાં હતા. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો આ લખાય છે ત્યારે બપોરે ૩ કલાકે સેન્સેકસ ૫૧ પોઈન્ટના ઘટાડા સાથે ૩૭૯૩૦ અને નિફટી ૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૨૧૩ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યાં છે.