૫૮ પોઇન્ટના ઘટાડાથી સેન્સેક્સ ૩૭૦૩૨ પહોંચ્યો જ્યારે ૨૧.૪૦ના ઘટાડાથી નિફ્ટી ૧૧૧૨૬ની સપાટીએ સરકી

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ ગંભીર બનતાં દુનિયાભરનાં શેરબજારોમાં કડાકો બોલી ગયો છે. સેન્સેકસ અને નિફટી ૧ ટકો ઘટી બે માસનાં નીચલા સ્તરે પહોંચી ગયું હતું. ભારતીય શેરબજારમાં સતત નવમાં દિવસે ઘટાડો પણ નોંધાયો હતો. સેન્સેકસમાં ચાલુ વર્ષનાં ફેબ્રુઆરી પછી અને નિફટીમાં ૨૦૧૧ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. માર્કેટ કેપ પણ ૨.૧૧ લાખ કરોડ ઘટીને ૧૪૪.૫૫ લાખ કરોડનું થઈ ગયું છે. ભારતીય શેરબજારોમાં બપોરનાં સમયથી ઘટાડાની શરૂઆત થઈ હતી અને ગણતરીની ૪૫ મિનિટોમાં જ ૪૦૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

અમેરિકા અને ચાઈના વચ્ચે ચાલતા ટ્રેડ વોરનાં કારણે રોકાણકારોનાં રૂપિયા પણ ડુબ્યા છે. નિફટી ૫૦ ઈન્ડેકસ ૧૦૦ દિવસની સરેરાશ ૧૧,૨૦૦ની નીચે આવી ગયો છે ત્યારે શેરબજારમાં રોકાણકારો દ્વારા કરવામાં આવેલા રોકાણમાં માત્ર ૯ દિવસમાં જ ૮.૫૩ લાખ કરોડ રૂપિયા રોકાણકારોનાં ડુબી ગયા છે. જેમાં સેન્સેકસ ૧૯૪૧ પોઈન્ટ ડાઉન આવ્યો હતો. જયારે રિલાયન્સ સિકયોરીટીઝ વિશ્લેષક દ્વારા તમામ રોકાણકારોને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, તેઓ હાલ બજારથી દુર રહેવું જોઈએ. કારણકે શેરબજાર અત્યારે નીચલા સ્તરે પહોંચી ગયું છે ત્યારે રોકાણકારોએ શેરની ખરીદી કરવી જોઈએ. હાલ બજારમાં અનિશ્ર્ચિતતાનો માહોલ હોવાથી નાના રોકાણકારોએ આજે દુર રહેવું મહત્વનું છે.

શેરબજારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડવોર પણ માનવામાં આવે છે. સાથો સાથ ‚પિયો પણ વૈશ્વિક શેરબજારની પાછળ ૬૨ પૈસા ગગડીને ૨ મહિનાનાં નીચલા સ્તરે આવી પહોંચ્યો છે. જયારે પ્રાઈવેટ લીમીટેડ કંપનીઓનાં ત્રિ-માસિક પરીણામો નિરાશાજનક આવતા આ પ્રકારની સ્થિતિ હજુ પણ રહેશે તો નવાઈ નહીં. શેરબજાર ગગડતા અનેકવિધ કંપનીઓનાં શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં ૯.૩૯ ટકાનો ઘટાડો સન ફાર્મા કંપનીનાં શેરોમાં જોવા મળ્યો છે. જયારે બીએસઈ હેલ્થ કેર, કેપીટલ્સ ગુડઝ, પાવર ઓઈલ એન્ડ ગેસ, મેટલ, ઓટો, એનર્જી, બેન્કિંગમાં પણ ૩.૫૩ ટકાનો ઘટાડો  જોવા મળ્યો છે. જયારે બીએસઈ મીડકેપ અને સ્મોલ કેપમાં પણ ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બીએસઈમાં નોંધાયેલી ૧૮૮૯ સ્ક્રીપ્ટોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જયારે ૫૭૫ સ્ક્રીપ્ટમાં વધારો અને ૧૮૦ સ્ક્રીપ્ટમાં કોઈ ફેરબદલ થવા પામ્યો ન હતો. જયારે બીએસઈમાં ૨૮૯ એવી સ્ક્રીપ્ટો છે કે જે ૫૨ સપ્તાહની નીચલી સપાટી પર પહોંચ્યું હતું. આ તમામ સ્થિતિને ધ્યાને લઈ ભારતીય રૂપિયો પણ અમેરિકી ડોલર સામે ૫૯ પૈસા ઘટી ૭૦.૫૧ રૂપિયાએ પહોંચ્યો હતો.

વૈશ્ર્વિક વ્યાપારમાં તંગદિલી વધતા અને ઘરઆંગણે ઔધોગિક ઉત્પાદન ઘટતાં રોકાણકારો માટે કપરો સમય આવ્યો છે. સપ્તાહની શરૂઆતમાં સોમવારે દિવસનાં અંતે વેચવાલીનાં પરીણામે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટી ઘટાડાની સાથે બંધ થયા હતા ત્યારે શેરબજાર સતત ૧૦માં દિવસે તુટયું છે.

પીએસયુ બેંક અને ફાર્મા શેરોમાં ભારે વેચવાલીનાં પરીણામે બંને ઈન્ડેકસમાં ૪ ટકા ઘટયા હતા. જેમાં મેટલ, ઓટો સહિતની કંપનીઓનાં શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી.હાલ સેન્સેકસની વાત કરવામાં આવે તો સેન્સેકસ ૩૭,૦૩૨ અને નિફટી ૧૧,૧૨૬ની સપાટીએ પહોંચ્યું છે. ચુંટણીનાં પરીણામો અને અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડવોરનાં કારણે શેરબજારમાં આ પરિસ્થિતિનો સામનો રોકાણકારો દ્વારા કરવામાં આવ્યો છે.

ટાઈટન કંપની, ભારતી ઈન્ફ્રાટેર, ટેક મહિન્દ્રા, એચડીએફસી સહિતની અન્ય કંપનીઓનાં શેરોમાં પણ ઘટાડો નોંધાયો છે. સન ફાર્માનો શેર ઈન્ટ્રાડેમાં ૩૫૦.૪૦ થવા સાથે ૫૨ સપ્તાહનાં તળીયે પહોંચ્યો છે. જેમાં શેર ૩૯.૬૫ ઘટી ૩૯૮.૧૦ બંધ થયો હતો. આઈસર મોટર્સનાં શેરની વાત કરવામાં આવે તો ૭ ટકા ઘટી ૩૧ જાન્યુઆરી બાદ સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો જેમાં શેરનો ભાવ ૧૬૦૨.૨૫ ઘટી ૧૮,૭૭૫ થયો હતો જયારે એચડીએફસીનો માર્ચનાં ત્રિમાસિક ગાળાનો નફો ૨૭ ટકા વઘ્યો હતો અને તે ૨૮૬૧.૫૮ કરોડ થયો હતો કે જે સમાનગાળામાં ૨૨૫૬.૬૮ કરોડ રહ્યો હતો.

ચાઇના અમેરિકાના ટ્રેડવોર સાથે ફરી ઇરાન મામલે ગલ્ફવોરના ફફડાટ વચ્ચે ‚પિયો ૫૯ પૈસા તૂટીને ૭૦.૫૧એ રહ્યો હતો. આ તમામ મુદ્દે પાવર શેરોમાં પણ ગાબડા પડયા હતા જેમાં સુઝલોન, એનબીસીસી, સીજી પાવર, ભેલ, ગ્રેફાઇટ, લાર્સન સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આઇડીએફસી ફર્સ્ટ બેન્ક, બેંક ઓફ બરોડા, યશ બેંક, રિલાયન્સ કેપિટલ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.