વિશ્વભરના બજારોમાં જોવા મળેલાં ભારે કડાકાને કારણે ભારતીય શેર બજારમાં શુક્રવારે દબાણ જોવા મળ્યું. ઘટાડા સાથેની શરૂઆત બાદ સેન્સેક્સ લગભગ 370 પોઈન્ટ અંક તૂટ્યો છે. હાલ સેન્સેક્સમાં 1 ટકાથી વધુનો કડાકો જોવા મળતાં 36,000ની સપાટી નજીક જોવા મળી રહ્યો છે. તો નિફ્ટીમાં પણ 116 પોઈન્ટનો કડાકો નોંદાયો છે. પરિણામે નિફ્ટી 10,835ના સ્તર પર છે.
આ પહેલાં ગુરૂવારે સેન્સેક્સ 53 પોઈન્ટ ઘટીને 36,432ના સ્તરે જ્યારે નિફ્ટી માત્ર 8 પોઈન્ટના જ સામાન્ય ઘટાડા સાથે 10,959ની સપાટીએ બંધ રહ્યું હતું.
બુધવારે સેન્સેક્સમાં 137 પોઈન્ટ, મંગળવારે 77 પોઈન્ટની મજબૂતી જોવા મળી હતી. તો સોમવારે પણ સેન્સેક્સમાં લેવાલીનો જ માહોલ હતો.