અમેરીકાના બજારોમાં જોવા મળેલા ભારે ઘટાડાની અસર એશિયાઈ બજારો પર જોવા મળી છે. બુધવારે સેન્સેકસ 100 અંકના ઘટાડાની સાથે ખુલ્યો હતો. બાદમાં વધુ ઘટાડો જાવો મળ્યો છે. હાલ સેન્સેકસ 300 અંકના ઘટાડાની સાથે 35200ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.
જયારે નિફ્ટી 80 અંક ઘટીને 10600થી નીચેની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. માર્કેટમાં સૌથી વધુ પ્રેશર આઈટી ઈન્ડેકસમાં નબળાઈને કારણે દેખાઈ રહ્યું છે. અમેરિકાનું માર્કેટ તૂટવાની સૌથી વધુ અસર આ સેકટરની કંપનીઓ પર પડે છે.
નિફ્ટીના ટોપ 5 લુઝર્સમાં આઈટી સ્ટોક્સ સામેલ છે. ઈન્ફોસિસ 3.64 ટકા, ટેક મહિન્દ્રા 3.31 ટકા, ટીસીએસ 3 ટકા, એચસીએલ ટેક 2.69 ટકા અને વિપ્રો 2 ટકાના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યાં છે.
નિફ્ટી 50માં ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝમાં સૈથી વધુ લગભગ 7 ટકાનો વધારો થયો છે. જયારે એચપીસીએલમાં 4 ટકા, બીપીસીએલમાં 3.44 ટકા, આઈઓસીમાં 3.16 ટકા અને યસ બેન્ક 2 ટકાની મજબૂતાઈ સાથે કારોબાર કરી રહ્યાં છે.