મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી: આઈટી શેરોમાં ફૂલગુલાબી ખરીદી
વૈશ્વોક બજારોની નબળાઈની અસર હવે ઘરેલુ બજારો પર પણ જોવા મળી રહી છે. સવારે સેન્સેકસ નિફટીએ તેજ ઘટાડાની શરૂઆત કરી છે. નિફટી ૧૦૩૫૦ની નીચે લપસ્યો છે. જયારે સેન્સેકસમાં ૨૫૦ અંકનો કડાકો અનુભવાયો છે. સેન્સેકસ અને નિફટી ૦.૭૫ ટકા લપસ્યા હોવાનું જાણવા મળે છે.
મીડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી છે. બીએસઈના મીડકેપ-ઈન્ડેક્ષમાં ૦.૯ ટકાનો ઘટાડો છે જયારે નિફટી મીડકેપ ૧૦૦ ઈન્ડેક્ષમાં ૧ ટકાની નબળાઈ આવી છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્ષમાં ૦.૭ ટકા નબળાઈ છે. બેન્કિંગ, ઓટો ફાયનાન્સીયલ સર્વિસીસ, મેટલ, રીયાલીટી, પાવર અને ઓઈલ શેરોમાં વેચવાલી જોવા મળી છે. બેંક નિફટી ૧ ટકાથી વધારે ઘટીને ૨૭૮૧૫ના સ્તર પર કારોબાર કરી રહ્યો હોવાનું આ લખાય છે ત્યારે જણાય રહ્યું છે. બીજી તરફ આઈટી શેરોમાં ખરીદદારી આવી છે.
વેંદાતા, એસબીઆઈ, ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ ફાયનાન્સ, ટાટા મોટર્સ, હિંદ પેટ્રોલીયમ, યુપીએલ અને ઈન્ફ્રાટેલ સહિતના શેરમાં ૩.૫૮ થી ૧.૫૯ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, મહિન્દ્રા, એચસીએલ ટેક, સીલ્પા, ડો.રેડીસ, કોલ ઈન્ડિયા, ઈન્ફોસીસ અને ગેલ ૨ ટકા સુધી વધ્યા હોવાનું જાણવા મળે છે. મિડકેસ શેરોમાં વકરાની એનબીસીસી, ઈન્ડિયા બુલ્સ, હાઈસીંગ ફાયનાન્સ, ભારત ફોર્સ અને જીન્દાલ સ્ટીલ સહિતના શેરમાં ૧૦ ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. જો કે, યુનાઈટેડ બેવરેજીસ, એપોલો હોટલ્સ, યુનિયન બેંક અને ટાટા ગ્લોબલ બેવરેજીસમાં ૨.૫ ટકા સુધીનો વધારો નોંધાયો છે.