ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1820 અંક ઘટી 33,851 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 565 અંક ઘટી 9892 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, એક્સિસ બેન્ક અને એસબીઆઈ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ 11.11 ટકા ઘટી 88.00 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 8.83 ટકા ઘટી 272.95 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 7.61 ટકા ઘટી 66.20 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 7.08 ટકા ઘટી 227.85 પર કારોબાર કરી રહ્યો છે.
Sensex now down by 1910.75 points at 33,786.65 https://t.co/BU1Ovi7OGr
— ANI (@ANI) March 12, 2020