ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા દિવસથી ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે.એક દિવસ બન્ને ઇન્ડેકસ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતા નજરે પડે છે તો બીજે દિવસે રેડ ઝોનમાં જતા રહે છે.ટૂંકમાં શેરબજાર વોલેટાઈલ હોય તેઓ લાગી રહ્યું છે.ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કર્યા બાદ આજે ઉઘડતી બજારે બન્ને ઇન્ડેકસ રેડ ઝોનમાં ટ્રેડ કરતા નજરે પડ્યા હતા. બુલિયન બજારમાં તેજીનો માહોલ રહ્યો હતો.રૂપિયો આજે ડોલર સામે થોડો મજબૂત થયો છે.
શેરબજાર વોલેટાઈલ ઝોનમાં
સેન્સેક્સમાં 153 અને નિફ્ટીમાં ૫૨ પોઇન્ટનો ઘટાડો: રૂપિયામાં સામાન્ય મજબૂતાઈ
ગઈકાલે મંગળવાર ભારતીય શેરબજાર માટે મંગળકારી સાબિત થયો હતો.કાલે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી હતી.આજે ફરી બજારમાં વોલેટાઇલ માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા હતા.બુલિયન બજારમાં સામાન્ય તેજી દેખાય છે. સોનું અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા હતો આજની મંદિમાં ઓએનજીસી, આઈ ઓ સી ટાટા અને યુપીએલ જેવી કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ, હિન્ડાલ્કો, સહિતની કંપનીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ગઈકાલે સર્વોચ્ચ સપાટી હાંસલ કર્યા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ગરકાવ થઇ જતા રોકાણકારોમાં ફરી નિરાશા વ્યાપી જવા પામી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે ૧૨૭ ઘટાડા સાથે સેન્સેક્સ ૫૨૬૪૬ અને ૫૨ પોઇન્ટના ઘટાડા સાથે નિફ્ટી ૧૫૮૧૭ પર કામકાજ કરી રહયાં છે. બેન્ક નિફ્ટીમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૪ પૈસાની સામાન્ય મજબૂતાઈ સાથે ૭૩ .૨૭ પર ટ્રેડ કરી રહ્યો છે.