અંત ભલા તો સબ ભલા! વર્ષ ૨૦૧૯ માં શેરબજારનાં કારોબારીઓ માટે આ કહેવત એકદમ બંધ બેસતી સાબિત થઇ છે. ૧૦ મી ડિસેમ્બર-૧૯ થી ૩ જી જાન્યુઆરી-૨૦ સુધીના સમયગાળામાં BSE સુચકાંક ૧૪૦૦ પોઇન્ટ જેટલી ઉંચી છલાંગ લગાવી ચુક્યો છે. મતલબ કે રોકાણકારોએ ૨૦૧૯ ના અંતમાં સુખનો અહેસાસ કર્યો છે.  સેન્સેક્સ ૪૧૬૦૦ ની રેન્જ વટાવી ચુક્યો છે તેથી સૌને હવે ૫૦૦૦૦ ક્યારે પાર કરશે તેની જિજ્ઞાસા હોય તે સ્વાભાવિક છે. આજે ભલે ૫૦ ઊં નોં આંકડો થોડો કાલ્પનિક લાગે પણ જે રીતે છેલ્લા એક દાયકામાં અને ખાસ કરીને ૨૦૧૪ પછી માર્કેટ ઉંચકાયુ છે તે જોતા આ સપનું ૨૦૨૦ નાં અંતે પુરૂ પણ થઇ શકે છે.

7537d2f3 4

મોદી સાહેબે ૨૦૨૨ સુધીમાં દેશના કિસાનોની આવક બમણી કરવાનું સપનું દેખાડ્યું તે કદાચ સાકાર થાય કે નહીં પણ  શેરબજારનો ઇન્ડેક્ષ  છ વર્ષમાં બમણો થઇ ગયો છે. વર્ષ૨૦૧૪ ના પ્રારંભે સુચકાંક ૨૦૬૦૦ ની સપાટીએ હતો જે આજે ૨૦૨૦ ના પ્રારંભે ૪૧૬૦૦ એ પહોંચ્યો છે. એ રીતે કહીએ તો કિસાનનો લાભ જ્યારે થાય ત્યારે પણ શેરબજારનાં કારોબારીઓની માકેટ કેપ બમણી થઇ ગઇ કહેવાય. ચાર્ટ બોલે છે કે વર્ષ ૨૦૧૬ બાદ કયારેય ઇન્ડેક્ષ વાર્ષિક ઘટાડા સાથે બંધ રહ્યો નથી. દાખલા જોઇએ તો જાન્યુસારી-૨૦૧૬ ના પ્રારંભે ૨૬૧૬૦, ૨૦૧૭ ના પ્રારંભે ૨૬૬૧૫ અંક, ૨૦૧૮ ના પ્રારંભે ૩૪૧૫૩, તથા ૨૦૧૯ ના પ્રરાંભે ૩૫૭૦૦ અંક પર બંધ રહ્યો હતો,  યાદ રહે કે આજ BSE સેન્સેક્ષ ૨૦૧૦ માં ૧૭૭૦૦ અંકે બંધ રહ્યો હતો. જો બજાર ૧૦ વર્ષમાં અઢી ગણું વધી શકે તો શું એક વર્ષમાં ૨૦ ટકા ન વધી શકે..? હા એ વાત સાચી કે અગાઉ સેન્સેક્ષ વધવા માટે કોઇ નવા નુસખા નહોતા જ્યારે હવે રાતોરાત સેન્સેક્ષ ના વધારા માટે મોટી કંપનીઓના પરર્ફોમન્સ જવાબદાર હોય છે. જો થોડા સમય માટે કોઇ શેરમાં વળતર ન હોય તો તેને સ્કીપ્ટ માંથી હટાવી દેવામાં આવે છે અને તેના સ્થાને જે કંપનીનું પરફોર્મસ સારૂ હોય તેને ઉમેરી દેવામાં આવે છે. કદાચ આ ચર્ચાનો મુદ્દો હોય તો પણ સુચકાંક વધ્યો છે તે ભિંતે લખેલું સત્ય છે. કારણકે ૨૦૧૪માં એક લાખ રૂપિયાનું રોકાણ કરનાર નિવેશકને હાલમાં ૨૧૪૦૦૦ રૂપિયા જેટલું વળતર મળે છે. આ વળતર ચાંદી તથા સોનામાં રોકાણ કરનાર રોકાણકારને મળેલા વળતર કરતા પણ વધારે થાય છે.

સેન્સેક્સ ૫૦ k થવાના તર્ક પાછળનાં બીજા કારણો પણ છે. વિતેલું ચોમાસું એકંદરે સારૂં રહ્યું છે. બાકી હોય તો રવિ પાક વધારે આવવાની અટકળો અત્યારથી થઇ રહી છે. આ અટકળો હોવા છતાં વાયદામાં રવિ કોમોડિટીનાં ભાવ જેટલા ઘટવા જોઇઐ એટલા ઘટતા નથી. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે  વિશેષ ધ્યાન આપી રહી છે જેથી આગામી  વર્ષ ૨૦૧૯-૨૦ માં IT શેરો પણ આસમાની-સુલતાની જોવા મળી છે. નિર્જીવ ઓટો સેક્ટર માં છેલ્લા એક મહિનામાં ચેતના જોવા મળી છે.GDP નબળો છે પણ GST નો વકરો એક લાખ કરોડથી વધારે રહ્યો છે.  નાણા પ્રધાન છાશવારે આવીને રાહતનો ડોઝ જાહેર કરી જાય છે. RBI એ અગાઉ સંકેત આપ્યા છે કે બેંકોમાં જમા થયેલો બેડ લોનનો કચરો લગભગ સાફ થઇ ગયો છે. NPA માં ઘટાડો દેખાઇ રહ્યો છે.  હવે બસ સૌ ને આવનારા બજેટની રાહ છે. જો સરકાર ધારણા પ્રમાણે ઇકોનમીને સધ્ધર બનાવવા પ્રયાસ કરશે તો બજાર પોઝીટીવ રિયેક્ટ કરશે.તો આગામી ક્રિસમસ ભારતીયો ૫૦૦૦૦ સેન્સેક્સ સાથે ઉજવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.