અબતક, રાજકોટ: ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી વણથંભી તેજી આજે પણ યથાવત રહેવા પામી છે.આજે ઉઘડતી બજારે સેન્સેક્સે 53000ની સપાટી કુદાવી હતી.નવો લાઈફ ટાઈમ હાય બનાવ્યો હતો.નિફ્ટીમાં પણ તેજીનો તોખાર જોવા મળ્યો હતો.
સેન્સક્સમાં 418 અને નિફ્ટીમાં 129 પોઈન્ટનો ઉછાળો
સોનું અને ચાંદીમાં આજે નજીવો ઉતાર ચડાવ જોવા મળ્યા હતા.ડોલર સામે રૂપિયાના ફ્લેટ જેઓ રહેવા પામ્યો હતો. આજે ઉઘડતી બજારે સેંસેકસે 53000 ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી.આજે સેન્સેક્સે 53057.11નો નવો હાઈ બનાવ્યો હતો.જ્યારે નિફ્ટી પણ 15895 ની સપાટીએ પહોંચી હતી.શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો તો બિલિયન બુલિયન બજારમાં બે તરફી માહોલ હતો.સોનામાં સામાન્ય ઉછાળો હતો ચાંદીમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ફ્લેટ રહ્યો હતો.આજની તેજીથી રોકાણકારોમાં નવા વિશ્વાસનો સંચાર થયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 418 પોઇન્ટના ઊછલાં સાથે 52993 અને નિફ્ટી 129 પોઇન્ટના ઉછાળા સાથે 15876 પર કામકાજ કરી રહી છે.બેન્ક નિફ્ટીમાં પણ 328 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.