મજબૂત અર્થતંત્ર અને રોકાણકારોના વધતા વિશ્વાસને પરિણામે દરરોજ નવા વિક્રમો સર્જતું શેરબજાર
શેરબજાર આજે પણ ઓલટાઇમ હાઈ પર રહ્યું છે. સેન્સેક્સે 19800 અને નિફટીએ 67,100ની સપાટી વટાવી છે. મજબૂત અર્થતંત્ર અને રોકાણકારોના વધતા વિશ્વાસને પરિણામે શેરબજાર દરરોજ નવા વિક્રમો સર્જી રહ્યું છે.
શેરબજારની મજબૂતી આજે પણ ચાલુ છે અને તેના આધારે નિફ્ટી અને સેન્સેક્સે તેમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 67,117ના નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો છે. સેન્સેક્સની સાથે સાથે નિફ્ટીએ પણ નવા ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યો છે. નિફ્ટીએ સતત નવી વિક્રમી ઊંચાઈએ પહોંચવાનું ચાલુ રાખ્યું છે. આજે નિફ્ટીએ 19,841ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો છે. નિફ્ટીએ પહેલા નવો રેકોર્ડ ઉંચો બનાવ્યો અને તે પછી તરત જ સેન્સેક્સ પણ નવી ઊંચાઈને સ્પર્શી ગયો હતો.
આજે શેરબજારની શરૂઆત થતા બીએસઇનો 30 શેરો વાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 109.87 પોઇન્ટ એટલે કે 0.16 ટકાના વધારા સાથે 66,905,01 ના સ્તર પર ખુલ્યો હતો. એનએસઇનો નિફ્ટી 53.70 પોઈન્ટ એટલે કે 0.27 ટકાના વધારા સાથે 19,802.95 ના સ્તર પર ખુલ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરોમાં તેજી સાથે અને માત્ર 9 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ નિફ્ટીના 50માંથી 35 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને 15 શેરોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.