માર્કેટ ગ્રીનઝોનમાં ખૂલ્યા બાદ ઉંચા મથાળે વેચવાલીનું દબાણ વધતા ગણત્રીની કલાકોમાં સુધારો ધોવાયો
ભારતીય શેર બજારમાં આજે સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી સેન્સેકસેસ આજે ઉઘડતી બજારે ૩૮૦૦૦ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. સવારે સેન્સેકસ ૨૩૫ થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યો હતો. દરમ્યાન ઉંચા મથાળે વેચવાલીનો દોર શરૂ થતા સુધારો ધોવાઈગયો હતો. ડોલર સામે આજે રૂપીયામાં નરમાસ જોવા મળી હતી. માર્કેટ આજે ગ્રીનઝોનમાં ખૂલ્યા બાદ વેચવાલીનું દબાણ વધતા ગણત્રીની કલાકોમાં જ સુધારો ધોવાઈ ગયો હતો અને સેન્સેકસ અને નીફટી રેડ ઝોનમાં ગરકાવ થઈ ગયા હતા.
ગઈકાલે મુંબઈ શેર બજારમાં બંને આગેવાન ઈન્ડેકસમાં મોટા ઉછાળાજોવા મળ્યા હતા. આજે બીજા દિવસે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજીના પગલે ભારતીય શેર બજાર પણ ગ્રીનઝોનમાં ખૂલ્યું હતુ ઉઘડતી બજારે સેન્સેકસે ૩૮૦૦૦ની સપાટી ઓળંગી હતી અને ૩૮૨૩૬નો ઈન્ટ્રા ડે હાઈ બનાવ્યો હતો. જયારે નીફટીએ પણ આજે ઈન્ટ્રા ડેમાં ૧૧૩૦૫ની સપાટીને અડી હતી જોકે ત્યારબાદ વેચવાલીનું દબાણ વધતા સેન્સેકસ અને નીફટી બંનેમાં થોડી નરમાશ જોવા મળી હતી.
જીન્દાલકો, હીરો મોટર્સ, ડીસીએસ, અને જે ડબલ્યુ એસ સ્ટીલના ભાવમાં ૩.૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી તરફ ઈન્ડુસ ઈન્ડ બેંક ભારતીય એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, અને એસસીસ બેંકના ભાવમાં ૪ ટકા સુધીનોનો ઘટાડો દેખાયો હતો.અમેરિકી ડોલરસામે રૂપીયો ૩ પૈસા તુટયો હતો. આ લખાઈ રહ્યું છે. ત્યારે સેન્સેકસ ૬૨ પોઈન્ટના કડાકા સાથે ૩૭૯૧૯ અને નીફટી ૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૨૧૩ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.