સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ 624 અંકના ઘટાડા સાથે 36,958ની સપાટીએ બંધ રહ્યો હતો. જયારે નિફ્ટી 183 અંક ઘટીને 10,925 પર બંધ રહ્યો હતો. ઘરેલું શેરબજાર મંગળવારે વેચવાલીને કારણે લાલ નિશાનમાં ખુલ્યા હતા. સેન્સેક્સ 117 અંકના ઘટાડા સાથે 37,646 અંક પર અને નિફટી 32 અંકના ઘટાડા સાથે 11,076 અંક પર ખુલ્યો હતો.
ફાઈનાન્શિયલ, ઓટોમોબાઈલ અને ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલીને કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બીજી તરફ એનર્જી શેરમાં વધારો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 10% વધારો જોવા મળ્યો હતો
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.24 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.25 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.34 ટકા સુધી ઘટાડાની સાથે બંધ થયા છે.