માર્કેટમાં આજે ઉથલ-પાથલ: નિફટી ૧૫૦ પોઈન્ટ સાથે રેડ ઝોનમાં
ગઈકાલે ૩૫૦ પોઈન્ટથી ગ્રીન ઝોનમાં રહેલુ શેરબજાર આજે ૪૫૦ પોઈન્ટ ડાઉન થતાં શેરબજાર ખળભળી ઉઠયું છે ત્યારે રોકાણકારોમાં પણ ચિંતાના વાદળો જેવો માહોલ સર્જાયો છે. શેરબજાર ૪૫૦ પોઈન્ટના કડાકા સાથે ૩૫૦૦૦ની સપાટીએ રહ્યું હતું જયારે નિફટીમાં ૧૨૫ પોઈન્ટનો કડાકો થતાં માઈન્સ ૧.૧૫ ટકાની ઘટ નોંધાઈ હતી.
સુંદરમ્ ઈકવીટી, ગોલ્ડ અને ક્રુડ ઓઈલ ૨૪૪ અને ૮ પોઈન્ટ સાથે ગ્રીનઝોનમાં છે ત્યારે કોલગેટ, યશ બેંક, ટીવીએસ મોટર, એકસીસ બેંક જેવા માર્કેટ મુવર્સના શેરો રેડ ઝોનમાં નોંધાયા છે. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ત્તેજીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે મંગળવારની સવારથી જ શેરબજાર ખુલતા ૪૫૦ પોઈન્ટ સાથે કડડડભૂસ થયું હતું. જો કે, આજરોજ ભારતે ઐતિહાસિક એર સ્ટ્રાઈક કરી પુલવામા હુમલા અંગે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે તેની કેટલીક અસરો શેરબજાર પર પણ જોવા મળી હોવાનું અનુમાન છે.
આજે માર્કેટમાં ભારે ઉથલ-પાથલનો માહોલ સર્જાયો છે દરરોજ ભારે ઉતાર-ચઢાવના પગલે રોકાણકારોમાં ભયનો માહોલ છે. ગઈકાલે બજાર ૩૫૦ ઉછાળા સાથે બંધ રહી હતી ત્યારે આજે કારોબારીના બીજા દિવસે મંદિનો માહોલ સર્જાતા ફરી સેન્સેકસમાં મોટો કડાકો નોંધાયો છે. મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ પણ રેડ ઝોનમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક નબળા આંકડાના પરિણામ સ્વરૂપે બજારની હાલત કફોડી થઈ છે. જો કે બ્રોડર માર્કેટમાં મિશ્ર પરિસ્થિતિ દેસાઈ રહી છે. શેરબજારની દિશાને લઈ કારોબારીઓની ચિંતા વધી છે.