વૈશ્વિક બજારોના પગલે ભારતીય શેરબજારમાં કડાકો નોંધવામાં આવ્યો છે. સેન્સેક્સમાં 484.85 પોઈન્ટનો ઘટાડો થઈને 37,077ની સપાટી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીમાં 50 પોઈન્ટનો ઘટાડો થઈને 10,993ની સપાટી જોવા મળી હતી. આમ, થોડા સમય માટે પણ નિફ્ટીએ 11,000ની સપાટી ગુમાવી હતી.
અમેરિકામાં કેન્દ્રીય ફેડરલ રિઝર્લ બેન્કે મુખ્ય વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. છેલ્લા એક દશકામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. જોકે અમેરિકન રાષ્ટ્રપતિ બેન્કના આ નિર્ણયથી ખુશ નથી. સમગ્ર દુનિયાના બજારોની નજર ફેડરલ રિઝર્વ બેન્કના આ નિર્ણય પર ટકેલી હતી. ભારતીય શેર બજાર ઉપર પણ આ નિર્ણયની જ અસર જોવા મળી રહી છે.