નિફ્ટી 129.10 પોઈન્ટ ઘટીને 10,631.50ની સપાટીએ – લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગૂ કરવાની જાહેરતા બાદ બજાર ડાઉન મુંબઈ, તા. 5 ફેબ્રુઆરી 2018, સોમવાર બજેટ રજૂ થયા બાદ આજે સપ્તાહના પહેલા દિવસે પણ શેરબજાર ગગડ્યુ હતુ. સેન્સેક્સ 406.55 પોઇન્ટ્સ સુધી તૂટી ગયો છે અને હાલ તે 34,660.20ની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 129.10 પોઇન્ટ્સ સુધી ઘટીને 10,631.50 પહોંચ્યો છે. આ દરમિયાન, તમામ સેક્ટોરલ ઇન્ડેક્સમાં 2% સુધી ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ, હેવી વેઇટ શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, ટીસીએસ ઇન્ફોસિસ, મારુતિ, આઈટીસી, એચયૂએલમાં વેચાવલીથી માર્કેટ ડાઉન થતું ગયું એન 500 પોઇન્ટ્સની નજીક પહોંચી ગયું છે. લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લગાવવાની જાહેરાત બાદ રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે જેના કારણે માર્કેટ ડાઉન જઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.