ગ્લોબલ માર્કેટમાંથી મળેલા નેગેટિવ સંકેતોના કારણે આજે સતત બીજા દિવસે પણ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે ભારતીય શેરબજાર ભારે કડાકા સાથે ખુલ્યું હતું.
પોઈન્ટ ઘટીને 33,482 પોઈન્ટ્સની સપાટીએ ખુલ્યું હતું. જ્યારે નિફ્ટી 390 પોઈન્ટસ ઘટીને 10,276ની સપાટીએ જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં સતત ઘટાડાના કારણે રોકાણકારોને રૂ. 5 લાખ કરોડનું નુકસાન થયું છે….
બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1005 અંક એટલે કે 2.9 ટકા ઘટીને 33751 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 300 અંક એટલે કે 2.8 ટકાના ઘટાડાની સાથે 10367 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.