સેન્સેકસમાં આજે ભારે વોલીટાલીટી જોવા મળી હતી. ખુલ્યા બાદ તરત ૨૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યા બાદ થોડીક મીનીટમાં જ સેન્સેકસ ૨૦૦ પોઈન્ટ જેટલો તૂટી ગયો હતો. ત્યારબાદ ફરી માર્કેટ સ્થિર થયું હતું. ગઈકાલે થયેલી મોટી અફરા-તફરી બાદ આજે પણ સેન્સેકસ વોલેટાઈલ રહેતા રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. અલબત બપોરે ૩ વાગ્યા સુધીમાં સેન્સેકસ ૩૦૮ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સેન્સેકસ ૪૬૦૦૦ની સપાટી કુદાવી ૪૨૫ના આંકે ટ્રેડ થયો હતો. આજે મુખ્યત્વે એચસીએલ ટેક., ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, પાવર ગ્રીડ, ભારતી એરટેલ અને લાર્સન સહિતના શેરમાં ૧.૬૮થી લઈ ૪.૧૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ બજાજ ફાય., રિલાયન્સ, ઈન્ડુસીન્ડ બેંક, કોટક મહિન્દ્રા અને ઓએનજીસી જેવા શેર તૂટી ગયા હતા. આજે બેન્કિંગ અને આઈટી સેકટરમાં મહદઅંશે લેવાલી જોવા મળી હતી. આગામી વર્ષ ૨૦૨૧માં ભારતીય અર્થતંત્રને લઈ ઘણી અપેક્ષાઓ સેવાઈ રહી છે. અર્થતંત્ર જેટ ગતિએ વિકાસ પામશે તેવી ધારણા છે. બજેટ પણ વિકાસ કેન્દ્રીત રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઉપરાંત કૃષિ બીલ સહિતના નિર્ણયના કારણે અર્થતંત્રને ફાયદો થશે. આવી સ્થિતિમાં શેરબજારમાં ફરી લેવાલીનું જોર વધશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં મધ્યમ રહે, વાણી વર્તનમાં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
- Royal Enfield Electric EICMA મોટર શોમાં ઇલેક્ટ્રિક હિમાલયન કન્સેપ્ટનું કર્યું અનાવરણ…
- શું ઠંડીમાં તમારી સ્કીન રફ થઈ ગઈ છે, તો આ રીતે બનાવો નેચરલ બોડી લોશન
- મોહનજી ભાગવતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની મુલાકાત લીધી
- “કાશ્મીરનું નામ ઋષિ કશ્યપના નામ પરથી રાખવામાં આવી શકે છે”, ગૃહ મંત્રી અમિત શાહનું મોટું એલાન
- સુરત: દેલાડવાના શૈલેષ પટેલે દોઢ હેકટરમાં સરગવાની ખેતીથી વર્ષે દહાડે છ લાખનું મેળવ્યું ઉત્પાદન
- Toyota Urban Cruiser Electric VS Suzuki E-Vitara:જાણો ફીચર્સ અને બેટરી પેક માં કોન છે બેસ્ટ…?
- સુરત: અંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા પત્રકાર પરિષદ યોજાય