સેન્સેકસે 56198.13 અને નિફટીએ 17712.45ની નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી
તમામ સાનુકુળ પરિબળોના કારણે ભારતીય શેરબજાર રોજ નવા નવા શીખરો હાસલ કરી રહ્યું છે. ગત સપ્તાહે સેન્સેકસે 56000નો માઈલ સ્ટોન હાસલ કર્યા બાદ ગઈકાલે ફરી એકવાર 56000ની સપાટી ઓળંગી હતી. આજે ભારતીય શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટીએ નવી લાઈફ ટાઈમ હાઈ સપાટીને હાસલ કરતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.
આજે સતત ત્રીજા દિવસે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ત્યારબાદ રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર ચાલુ રાખતા સેન્સેકસે આજે 56198.13નો નવો લાઈફટાઈમ હાઈ બનાવ્યો હતો. જ્યારે નિફટી પણ 16712.45 સર્વોચ્ચ સપાટી હાસલ કરવામાં સફળ રહી હતી. જો કે, ત્યારબાદ થોડુ વેચવાલીનું દબાણ વધવાથી ફરી સેન્સેકસ 56000ની અંદર ઘુસી ગયો હતો. અમેરિકી ડોલર સામે સતત મજબૂતી હાસલ કરી રહેલા ભારતીય રૂપિયામાં આજે સામાન્ય નરમાશ જોવા મળી હતી.
આજના મિશ્ર માહોલમાં અદાણી પોર્ટ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી અને હિન્દાલકો જેવી શેરની કંપનીના ભાવમાં 2 થી 3.5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બજાજ ફીનસર્વ, ટાઈટન અને ભારતી એરટેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 17 પોઈન્ટના ઘટાડા સાથે 55931 અને નિફટી 9 પોઈટના ઉછાળા સાથે 16636 પર કામકાજ કરી રહી છે. જ્યારે ભારતીય રૂપિયો 4 પૈસાની નરમાશ સાથે 74.23 પર ટ્રેડ કરી રહ્યો છે.