ભારતીય શેરબજારે ગઈકાલે ઈતિહાસ રચતા ૪૨,૦૦૦ની સપાટી ઓળંગી હતી. આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં પણ તેજીનો દોર આગળ વઘ્યો હતો. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. અમેરિકી ડોલર સામે ‚પિયામાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. બેંક નિફટી રેડ ઝોનમાં કામ કરી રહી છે તો નિફટી મીડકેપમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. આજે સતત બીજા દિવસે સેન્સેકસે ૪૨,૦૦૦ની સપાટી ઓળંગી હતી અને આજે ઈન્ટ્રા-ડેમાં ૪૨,૦૪૬નો હાઈ બનાવ્યો હતો. નિફટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. આજે તેજીમાં ભારતી એરટેલ, રિલાયન્સ, હિરો, મોટર કોપ અને એમએમનાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો તો ભારતી ઈન્ફ્રાતેલ, ઈન્ડુસ ઈન બેંક, ગેઈલ અને યશ બેંકનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રુડ બેરલનાં ભાવમાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે.

જયારે અમેરિકી ડોલર સામે રૂપિયો ૪ પૈસા નબળો પડી ફરી ૭૧ ભણી આગળ વધી રહ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૮૨ પોઈન્ટનાં ઉછાળા સાથે ૪૨,૦૧૫ અને નિફટી ૧૭ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૨,૩૭૨ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.