અબતક, રાજકોટ
ભારતીય શેર બજારમાં આજે ઉઘડતી બજારે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતો સેન્સેકસ અને નિફટી ઉછાળા સાથે ખૂલ્યાબાદ ગણતરીની મીનીટોમાં બજાર રેડ ઝોનમાં ગરકાવ થઈ ગયું હતુ આજે દિવસ દરમિયાન બજારમાં સતત ઉતાર ચઢાવનો માહોલ જોવા મળે તેવી શકયતા જણાય રહી છે.
ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ બંને ઈન્ડેકસો ગણતરીની મિનિટોમાં રેડ ઝોનમાં ગરકાવ
ભારતીય શેરબજારમા સતત બે દિવસ તેજીનો તોખાર રહ્યા બાદ આજે સતત ત્રીજા દિવસે બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતુ સેન્સેકસ 241 પોઈન્ટ અને નિફટી 73 પોઈન્ટ સુધી ઉંચકાયાબાદ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ઈન્ટ્રા ડેમાં સેન્સેકસ 58492.61 પોઈન્ટ સુધી નીચો ગયો હતો જયારે નિફટી 17413.80 પોઈન્ટ સુધી નીચો સરકી ગયો હતો.
આજના ઉતાર ચઢાવ વચ્ચે યુપીએસ બીપીસીએલ, રિલાયન્સ, કોલ ઈન્ડિયા જેવી કંપનીના શેરોના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે એચડીએફસી બેંક, ટીસીએસ, ટાઈટન કંપની અને એનટીપીસી જેવી કંપનીના શેરોના ભાવોમાં ઘટાડો નોંધાયો હતો. બુલીયન બજાર આજે તેજી રહેવાપામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયાનું ધોવાણ ચાલુ જ છે.
આ લખાય રહ્યું છે. ત્યારે સેન્સેકસ 190 પોઈન્ટના ઘટાડા સાથે 58448 અને નિફટી 60 પોઈન્ટના ઘટાડા સાથે 17409 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 6 પૈસાના ઘટાડા સાથે 75.51 પર ટ્રેડ કરી રહ્યો છે.