શેરબજારમાં ત્રણ સપ્તાહથી ચાલી આવતી તેજી પર બ્રેક: સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખૂલ્યા
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે ફેલાયેલા ગભરાહટના પગલે ક્રુડની વૈશ્ર્વિક કિંમતમાં ઘટાડો થવા પામ્યો છે. ઉપરાંત, જગત જમાદાર અમેરિકાએ પણ ઈરાન સામે પોતાના કડક વલણને કુણુ કર્યું છે. જેથી, ભારતને ઈરાનમાંથી ફરીથી ક્રુડ નિયમીત મળવાની સંભાવના વધી જવા પામી છે. ઉપરાંત લોનના વ્યાજદર અને રેપોરેટમાં પણ ઘટાડો થવાની સંભાવનાછે. મોદી સરકારની બીજી ઈનીંગ્સના પ્રારંભે આવી રહેલા સારા નિર્દેશોને અર્થતંત્રના માપદંડ ગણાતા શેર બજારે ઉત્સાહભેર આવકાર્યા છે. શેર બજારનું સેન્સેકસ રેકર્ડ બ્રેક ૪૦ હજારની ટોચે પહોચી જતા ગઈકાલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧.૭૬ લાખ કરોડનો વધારો થવા પામ્યો હતો. જોકે છેલ્લા ત્રણ સપ્તાહથી શેર બજારમાં ચાલી આવતી તેજીને આજે બ્રેક લાગી હતી. આજે ઉઘડતી બજારે સેન્સેકસમાં ૧૧૧ પોઈન્ટ અને નીફટીમાં ૩૮ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
સોમવારે અઠવાડીયાની ઉઘડતી બજારે બીએસએઈ સેન્સેકસમા ૫૫૩ પોઈન્ટનો વધારો નોંધાયો હતો. જેથી બીએસએઈનો સેન્સેકસ ૧.૩૯ ટકા વધીને ૪૦,૨૬૭.૬૨ પર બંધ થઈ હતો આ સેન્સેકસ અત્યાર સુધીની રેકર્ડબ્રેક ટોચે રહેવા પામ્યો હતો. જયારે એનએસઈમાં ૧૬૫.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧.૩૯ ટકાનો વધારો થયો હતો. જેથી એનએસએઈ પણ ૧૨,૦૮૮.૫૫ પોઈન્ટ પર બંધ થયો હતો. ઈકિવટી માર્કેટમાં આવલે આ તીવ્ર વધારાના કારણે માર્કેટનું રોકાણ બીએસએઈ લિસ્ટેડ કંપનીઓનાં ૧,૭૬,૪૦૨.૩૭ કરોડ રૂ.થી વધીને ૧,૫૬,૧૪,૪૧૬.૯૨ કરોડ રૂ.એ પહોચી ગયું હતુ.
ગઈકાલે ઓટો, એફએમસીજી, આઈટક્ષ અને રિયાલ્ટી ક્ષેત્રનાં શેરોમાં ભરે તેજી જોવા મળી હતી. જેના કારણે શેર બજારે ઓલટાઈમ ઉંચી સપાટી પહોચી જવા પામી હતી. રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડવાની સંભાવના પગલે સ્થાનિક ક્ષેત્રોનાં શેરોમાં માગં નીકળવા પામી છે. એમ કેપીટલ એઈમના સંશોધન વડા રોમેશ તિવારીએ જણાવ્યું હતુ રીઝર્વ બેંકની મોનીટરી પોલીસી કમીટી આગામી ગૂરૂવારે તેની દ્વિ માસીક નીતિ જાહેર કરવાની છે જેમાં ૨૫ બીપીએસનો ઘટાડો કરે તેવી સંભાવના શેર બજારના નિષ્ણાંતો જોઈ રહ્યા છે. જેના કારણે પણ શેર બજારમાં આ તેજીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આવશ્યક પણે તાજેતરના મહિનાઓમાં આર્થિક ગતિને વ્યાપકપણે મંદીના આધારે સંચાલીત કરવામા આવશે પરંતુ પ્રવાહીતાની સ્થિતિઓમાં ક્રેડીટ ડીપોઝીટ, રેશિયો અને કોર્પોરેટ બોન્ડના ફેલાવામાં સામાન્ય સુધારો થયો છે. પરંતુ આ સામાન્ય અને ફુગાવો ગતિશીલતાથી દૂર છે. જે વધુ સૌમ્ય રહે તેવી સંભાવના છે. ૩૦ શેરના પેકમાંથી ૨૭ શેરનાં લીધે ફાયદો થયો હતો જેમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, ઈન્ડસઈન્ડ બેંક અને એશિયન પેઈન્ટસની આગેવાનીવાળા શેરોમાં તેજી જોવા મળી હતી. બધા જ બીએસઈ સેકટરના ઓટો, એનર્જી, મેટલ, ટેક અને ફાયનાન્સ ક્ષેત્રનાં શેરોનાં ઈન્ડેકસ ગ્રીન ઈન્ડીકેટ સાથે બંધ થયા હતા તેમાં ૧.૯૩ ટકાનો વધારો થવા પામ્યો હતો.
વિસ્તૃત બજારમાં બીએસઈના મીડકેપ અને સ્મોલ કેપ ક્ષેત્રનાં ઈન્ડેકસમાં ૦.૯૦ ટકાનો વધારો થવા પામ્યો હતો. જયારે ડાઉજોન્સમાં ૧.૪ ટકાના ઘટાડા સાથે ટ્રેડીંગ બંધ થયું હતુ પરંતુ તેમ છતા ભારતીય બજારોમાં તાકાત જોવા મલી હતી અને ગ્રીન સીગ્નલ સાથે ખૂલ્યા હતા નબલા મેકો અને સ્થાનિક પરિબળોની વિપરીત સ્થિતિ છતા નિફટી અને સેન્સેકસે સીમાચિન્હ સ્તરને પાર કરીને વધ્યા હતા તેમ સામ્કો સિકયુરીટીઝ સંશોધનના વડા ઉમેશ મહેતાએ જણાવ્યું હતુ. આજે માર્કેટ રેડ ઝોનમાં ઓપન થયું હતુ.