સેન્સેક્સે ૩૩૫૬૦ની સપાટી કુદાવી, નિફટી પ્રથમવાર ૧૦,૪૫૦ને પાર
ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં ભારતે મોટી છલાંગ મારી છે તેના લીધે ઘરેલું શેર બજાર હાલ તેજીમાં તથા લીલા નિશાન સાથે વેપાર કરી રહ્યું છે. તેજમ એશિયન શેર બજારમાં વ્યાપેલી મજબૂતીને પરિણામે પણ શેર બજારને ફાયદો મળ્યો છે.
આજે નિફ્ટીએ ૧૦, ૪૫૦ની સપાટીનો નવો આંકડો સ્પર્શ્યો હતો તો સેન્સેક્સ પણ ૩૩, ૫૬૦ના રેકોર્ડ સ્તરેને સ્પર્શ્યો હતો. હાલમાં બીએસસી સેન્સેક્સ ૪૦૬ અંક જેટલા ઉછાળા સાથે ૩૩, ૬૧૯.૮૧ના સ્તરે વેપાર કરી રહ્યો છે તો નિફ્ટી ૧૦૨ અંકની તેજી સાથે ૧૦, ૪૩૭. ૫૫ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. વિશ્વ બેંક તરફથી મંગળવારે મોડી સાંજે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ભારતે ૩૦ અંકની છલાંગ લગાવી હતી અને ૧૦૦મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
શેર બજારની સાથે સાથે ભારતીય રૂપિયો પણ આજે મજબૂતી સાથે વેપાર કરી રહ્યો છે. ડોલરની સરખામણીએ આજે રૂપિયો ૫ પૈસાના વધારા સાથે ખૂલ્યો હતો અને ૬૪. ૭૦ના સ્તરે વેપાર કરી રહ્યો હતો.
ઘરેલું શેરબજાર ગત અઠવાડિયાનાથી સતત રેકોર્ડ સપાટીએ વેપાર કરી રહ્યું છે. મંગળવારને બાદ કરતા ગત અઠવાડિયાથી માંડીને અત્યાર સુધી શેર બજારે હાઇ રેકોર્ડ સ્તરે ખૂલવાની શરૂઆત થઈ હતી તેમજ બંધ પણ રેકોર્ડ સ્તરે જ થયું હતું.