ઉઘડતી બજારે સેન્સેકસમાં ૧૧૪ અને નિફટીમાં ૩૦ પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયો ૧૬ પૈસા તૂટયો
મોદી સરકારની બીજી ટર્મનું પ્રમ પૂર્ણ કદનું બજેટ આજે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવનાર છે તે પૂર્વે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષોમાં ઉઘડતી બજારે તેજીનો ટોન જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે સતત ૪થી વખત સેન્સેકસે ૪૦,૦૦૦ની સપાટી ઓળંગી હતી. સેન્સેકસમાં ૧૧૪ અને નિફટીમાં ૩૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. કેન્દ્રીય બજેટમાં શેરબજારને ખૂબજ મોટી આશા છે. જો રોકાણકારો માટે કોઈ સારી જાહેરાત કરવામાં નહીં આવે તો બજેટ જાહેર યા બાદ સેન્સેકસમાં કડાકો બોલવાની પણ સંભાવના હાલ નકારી શકાતી ની.
આજે સવારે ૧૧ કલાકે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરવામાં આવનાર છે. બજેટમાં તમામ લોકોને આવરી લેતી યોજનાઓની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાતા આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટી ઉછાળા સો ખુલ્યા હતા. મીડકેપ અને સ્મોલકેપ પણ ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. જો કે, બેંક નિફટીમાં થોડી નરમાશ જોવા મળી રહી છે.
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ૧૬ પૈસા તૂટયો હતો. હાલ રૂપિયો ૬૮.૬૫ પર ટ્રેડ કરી રહ્યો છે. શેરબજારને કેન્દ્રીય બજેટ પાસેી ખુબજ મોટી આશા છે. આજે નાણામંત્રી બજેટમાં રોકાણકારો માટે કોઈ સારી યોજનાની જાહેરાત કરશે તો બજારમાં તેજી વધુ મજબૂત બનશે. અન્યા બજેટની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો બોલવાની પણ સંભાવના જણાય રહી છે. આ લખાય છે ત્યારે સવારે ૯:૪૦ કલાકે સેન્સેકસ ૧૧૪ પોઈન્ટના ઉછાળા સો ૪૦,૦૨૨ પોઈન્ટ પર અને નિફટી ૩૦ પોઈન્ટના ઉછાળા સો ૧૧૯૭૭ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.