પ્રદેશ નિરીક્ષક નરેશ રાવલ, અમીબેન યાજ્ઞિક અને શૈલેષ પરમાર કાલે વોર્ડ નં.૧ થી ૯ અને રવિવારે વોર્ડ નં.૧૦ થી ૧૮ માટે દાવેદારોને સાંભળશે
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્યની ચુંટણી માટે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેના સંદભે આવતીકાલે શનિવારે અને રવિવારના રોજ પ્રદેશ નિરીક્ષણ નરેશભાઈ રાવલ, અમીબેન યાજ્ઞિક અને શૈલેશભાઈ પરમાર દાવેદારોની સેન્સ લેશે.
આ અંગે વધુ માહિતી આપતા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની આગામીની ચુંટણીમાં વોર્ડ વાઈઝ કોંગ્રેસ પક્ષના દાવેદારોને મળી સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. જે કાલે શનિવારે વોર્ડ નંબર ૧ થી ૯ સુધીના અને તા. ૧૭ જાન્યુઆરીને રવિવારના રોજ વોર્ડ નંબર ૧૦ થી ૧૮ના તમામ દાવેદારોની સેન્સ લેવાશે.
શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ઢેબર કોલોની પાસે કાલે સવારે ૧૦ કલાકે વોર્ડ નં.૧ માટે જયારે વોર્ડ નં. ૨ માટે ૧૧ વાગ્યે, વોર્ડ નં.૩ માટે ૧૨ કલાકે, વોર્ડ નં.૪ માટે ૧ વાગ્યે, વોર્ડ નં.૫ માટે ૨ વાગ્યે, વોર્ડ નં.૬ માટે ૩ વાગ્યે, વોર્ડ નં.૭ માટે ૪ વાગ્યે, વોર્ડ નં.૮ માટે ૫ વાગ્યે અને વોર્ડ નં.૯ માટે ૬ વાગ્યે સેન્સ લેવામાં આવશે. જયારે રવિવાર સવારે ૧૦ વાગ્યે વોર્ડ નં.૧૦ માટે. જ્યારે વોર્ડ નં.૧૧ માટે ૧૧ વાગ્યે, વોર્ડ નં.૧૨ માટે ૧૨ વાગ્યે, વોર્ડ નં.૧૩ માટે ૧ વાગ્યે, વોર્ડ નં.૧૪ માટે ૨ વાગ્યે, વોર્ડ નં.૧૫ માટે ૩ વાગ્યે, વોર્ડ નં.૧૬ માટે ૪ વાગ્યે વોર્ડ નં.૧૭ માટે ૫ વાગ્યે અને વોર્ડ નં.૧૮ માટે ૬ વાગ્યે દાવેદારોને સાંભળવામાં આવશે.