સુરેન્દ્રનગર કોંગ્રેસની લોકસભા ચૂંટણીને લઈને આજે સુરેન્દ્રનગર એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી આ સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસ જિલ્લાના પ્રભારી બળદેવભાઈ અને જીતેન્દ્રભાઇ બધેલ દ્વારા દરેક તાલુકામાંથી આવેલ જીલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ કાર્યકરોને રૂબરૂ મળીને લોકસભાની સીટ જીતવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ સેન્સ પ્રક્રિયામાં લાલજીભાઈ મેર લીંબડી ધારાસભ્ય સોમાભાઈ પટેલ હાજર રહ્યા હતા. કોંગ્રેસી કાર્યકરો દ્વારા સેન્સ પ્રક્રિયામા સુરેન્દ્રનગર શહેર વઢવાણ તાલુકામા પ્રમુખ સહિતની સંગઠનની કામગીરી છેલ્લા બે વર્ષથી થઇ નથી ત્યારે ત્યારે જિલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ સામે અસંતોષ સાથે વિરોધ કાર્યકરોમાં જોવા મળ્યો હતો. આગામી લોકસભાની ટિકિટ લઈને કાર્યકરોએ લોકસભાની સીટ જીતવા માટે યોગ્ય અને સક્ષમ ઉમેદવારની પસંદગી થાય તો સુરેન્દ્રનગર લોકસભાની સીટ કોંગ્રેસને મળે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સેન્સ પ્રક્રિયામાં સોમાભાઈ પટેલને જો ટિકિટ આપવામાં આવે તો લીંબડી તેમજ લોકસભાની બંને સીટો કોંગ્રેસ ગુમાવશે તેવું કાર્યકરે જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લાલજીભાઈ મેરના સમર્થનમાં કાર્યકરોએ વધારે જોર આપ્યુ હતુ અને મહિલા ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય કરમશીભાઈ મકવાણાની દીકરી અને જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન મકવાણાના નામની ઇચ્છા વ્યક્ત કરી હતી આ આ સેન્સ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસી કાર્યકરોમાં જિલ્લા સંગઠન ને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.