છત્તીસગઢ પોલીસની એક ટીમે ઉત્તરપ્રદેશ પોલીસ સાથે મળીને વરિષ્ઠ પત્રકાર વિનોદ વર્માની ધરપકડ કરી છે. પોલીસના કહેવા અનુસાર તેના પર એક પોર્ન સીડી રાખવા અને બ્લેક મેલીંગ કરવાનો આરોપ છે. ત્યારે કોર્ટ લઇ જતી વખતે વર્માએ કહ્યું કે તેમની પાસે છત્તીસગઢના એક મોટા નેતાની સીડી છે.
મોડી રાત્રે છીસગઢ પોલીસની ટીમે યુપી પોલીસ સાથે મળીને તેના ગાઝીયાબાદ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી છે અને હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રકાશ બજાજ નામના એક શખ્સે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેને ફોન પર ધમકી મળી રહી છે. પોલીસે તપાસ કરતા તમામ ષડયંત્ર પાછળ પત્રકાર વિનોદ વર્મા હોવાનું જાણવા મળ્યું છે.