વરિષ્ઠ કન્નડ પત્રકાર અને એક્ટિવિસ્ટ ગૌરી લંકેશની મંગળવારે રાત્રે ગોળી મારી હત્યા કરાઇ હતી. હુમલાખોરોએ ગૌરીને તેમના રાજરાજેશ્વરી નગર ખાતેના ઘરની બહાર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી સાત ગોળી મારી હતી. કન્નડ પત્રિકા ‘લંકેશ પત્રિકે’નાં તંત્રી ગૌરી સાંપ્રદાયિક્તા અને કટ્ટરપંથની વિરુદ્ધ અવાજ ઊઠાવતા હતા. તેઓ પોતાના વિવાદાસ્પદ લખાણોના કારણે હમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. જેના કારણે તેમના ઉપર અવાર-નવાર હુમલાએ થયા છે.
વિવાદાસ્પદ લખાણોના કારણે મળતી હતી ધમકીઓ
બેંગ્લુરુમાં ફેમસ કન્નડ ટેબ્લોઇડ લંકેશ પત્રિકાના મહિલા સંપાદક અને સામાજિક કાર્યકર્તા ગૌરી લંકેશની તેમના જ ઘરની બહાર ત્રણ અજાણ્યા ઈસમોએ ગોળી મારીને હત્યા કરાતા પત્રકાર આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગૌરી લંકેશને 7 ગોળીમાંથી 3 ગોળીઓ વાગતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ. 55 વર્ષીય મહિલા પત્રકાર ગૌરી પોતાના તીખા અને હિન્દુવાદી લખાણોના કારણે વિરોધોની હિટ લિસ્ટમાં ટોપ રહ્યા છે. તેઓએ પોતાના વિવાદાસ્પદ લખાણોના કારણે અવાર-નવાર ઘમકીઓ પણ મળી ચૂકી છે.
કોણ હતા ગૌરી લંકેશ?
ગૌરી લંકેશ કન્નડ કવિ અને પત્રકાર પી લંકેશની સૌથી નાની દીકરી હતા. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક પ્રવૃત્તિ અને પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. 55 વર્ષીય મહિલા પત્રકાર