૧૯૮૫ની બેંચના અરૂણકુમારને નિવૃતિ પૂર્વે સરકાર દ્વારા મહત્વની જવાબદારી સોંપવાની તૈયારી
ગોંડલથી કારકિર્દીનો પ્રારંભ કરનાર એ.કે. શર્મા ત્રણ વખત રાજકોટ ડી.સી.પી. તરીકે ફરજ બજાવી ચુકયા છે
જામનગર, વલસાડ, ગાંધીનગર રેન્જ, અમદાવાદ જો . કમિશ્નર અને સી.બી.આઇ.જેવા મહત્વના સ્થળે ફરજ બજાવી
ગુજરાત કેડટના આઇ.પી.એસ. અધિકારી, કેન્દ્રના ડેપ્યુટેશન પર રહેલા અને એક સમયે સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર પદે મહત્વની જવાદબારી સંભાળી ચુકેલા અરુણકુમાર શર્માને નિવૃતિના પંદર દિવસ પૂર્વ સરકાર દ્વારા ડી.જી.પી. રેંકમાં બઢતી આપી છે. આગામી રાજયના પોલીસ વડા તરીકે નિમણુંક સંભાવના દેખાઇ રહી છે.
વધુ વિગત મુજબ મુળ બિહારના વતની અરુણકુમાર શર્માની આઇ.પી.એસ. તરીકે પસંદગી પામ્યા બાદ ગોંડલ એ.એસ.પી. તરીકે પોબેશ્બલ તરીકે કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. અરૂણકુમાર શર્મા રાજકોટ ડીસીપી તરીકે ત્રણ વખત, જામનગર જીલ્લા પોલસ વડા, વલસાડ જીલ્લા પોલીસ વડા તરીકે મહત્વની કામગીરી બજાવી અનેક મહત્વના ગુનાઓના ભેદ ઉકેલી રાજય સરકાર દ્વારા અરૂણકુમાર શર્માને સીઆઇડી આઇ.બી. અને ગાંધીનગર રેન્જ આઇ.જી. તરીકે ફરજ બજાવી ચુકયા છે.
ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે મહત્વની જવાબદારી સ્વીકારી હતી.
પ્રમાણીક અને કર્તવ્ય નિષ્ઠ આઇ.પી.એસ. અરૂણકુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં સ્થાન હતું.
રાજકોટ ખાતે ડી.સી.બી. તરીકેના કાર્યકાળ દરમ્યાન ભાસ્કર અપહરણ સાથે રહેલા પરેશ શાહને અપહરણકારોની ચુંંગાલમાંથી મુકત કરાવ્યા હતા. તેમજ અરૂણકુમાર ના નામથી ખુંખાર ગુન્હેગારો
ફફડાટ હતો.
ઉપરાંત મહેસાણા અને જામનગર એસ.પી.ના કાર્યકાળ દરમ્યાન વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલી કાયદો અને વ્યવસ્થા જાળવી હતી.
ગાંધીનગર રેન્જ એટલે બે રાજયની બોર્ડર હોવાથી રાજય સરકારે અરૂકુમારને મહત્વની જવાબદારી સોંપી હતી. અને તેમના કાર્યકાળમાં દારૂબંધીનો કડક અમલ થયો હતો.
અમદાવાદ શહેરમાં જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે અરૂણકુમાર શર્માએ દેશભરમાં ચકચાર મચાવનાર સોરાબુદ્દીન કેસની કુન્હેથી તપાસ કરી હતી.
સમગ્ર પોલીસ ખાતામાં નોખી માટીના માનવી તરીકે તેમની એક અલગ ઓળખ હતી. અરૂણકુમાર શર્માની કામગીરીની કદર કરી તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક પણ એનાયત કરવામાં પણ આવ્યો છે.
વર્ષ ૧૯૮૫ બેંચના આઇ.પી.એસ. તરીકે પસંદગી પામેલા અને ગોંડલથી પોલીસ કારકીર્દીનો પ્રારઁભ કરનાર અરૂણકુમાર શર્મા દેશની મહત્વની ગણાતી એજન્સી સી.બી.આઇ.માં ફરજ બજાવી હતી.