કેમિકલ ટેન્કમાં વેલ્ડીંગ કામ કરતી વેળાએ બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિક યુવાનોના મોત નિપજ્યા હતા
ગોંડલ નેશનલ હાઈવે ગોમટા ચોકડી પાસે આવેલ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં સોમવાર વહેલી સવારે કેમિકલ ટેન્ક માં વેલ્ડીંગ કામ કરતી વેળાએ બનેલી બ્લાસ્ટની ઘટના મા ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા.તાલુકા પોલીસે કંપનીના સિનિયર એન્જિનિયર અને શિફ્ટ એન્જિનિયર વિરુદ્ધ બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી .
પ્રાપ્ત વિગતો મુજબ હાઈ બોન્ડ સિમેન્ટ ફેક્ટરી માં કામ કરતી વેળાએ બ્લાસ્ટ થતાં આશિષ સોલંકી, રાહુલ પંપાણિયા તેમજ અમર વિશ્વકર્મા નામના ત્રણ યુવાનોના કમાટી ભર્યા મોત નિપજયાં હતા બનાવ અંગે તાલુકા પીએસઆઇ સુરભીબેન કેશવાલા એ સરકારી પક્ષે ફરિયાદી બની હાઈ બોન્ડ સિમેન્ટ ફેક્ટરી ના સિનિયર એન્જિનિયર વિશાલકુમાર રઘુભાઈ કાચેલા રહે. સિંધાજ તાલુકો કોડીનાર તેમજ શિફ્ટ એન્જિનિયર માલવ સંજયભાઈ પટેલ રહે. વાંકાનેર વિરુદ્ધ બેદરકારીપૂર્વક આ વેલ્ડીંગ કામ કરાવવામાં આવ્યું હોય અને અકસ્માત સર્જાયો હોય જેમાં ત્રણ યુવાનોના મોત નિપજ્યા હોય શાભ કલમ 304, 114 મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી .