• સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવાયો
  • સિટી બસ અને બીઆરટીએસમાં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  જયમીનભાઈ ઠાકર દ્વારા ગત રાપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટમાં જાહેર થયેલ યોજનાઓની સમયબધ્ધ અમલીકરણના સ્ટેટસ રીવ્યુ અંગે યોજેલ મીટીંગના અનુસંધાને સીટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા અંગે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવી   લોકભોગ  યોજનાની અમલવારી શરૂ કરાવેલ.

શહેરી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસનુ સંચાલન કરીને રાજકોટ શહેરના લાખો નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. જેમાં આ ફ્રી મુસાફરી યોજનાનો લાભ સીનીયર સીટીઝન્સ ઉપરાંત થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીકને આવરી લેતી દિવયાંગોની કુલ 21 કેટેગરીમાં સમાવિષ્ટ નાગરીકોને મળવાપાત્ર છે.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રાજકોટ રાજપથ લિ. સંચાલિત બી.આર.ટી.એસ. બસ સર્વિસ તથા શહેરી બસ સર્વિસમાં વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન્સ), જુવેનાઇલ ડાયાબીટીક અને થેલેસેમીયાગ્રસ્ત સહિત દિવ યાંગોની 21 કેટેગરીમાં સમાવિષ ટ વ્યક્તિઓ વિનામુલ્યે મુસાફરી કરવા માટેના પાસ મેળવવા માટેની અરજી પ્રક્રિયા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ (એક ફોટો ફોર્મમાં ચોંટાડવો અને ( એક ફોટો સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ (પાન કાર્ડ/ઈલેક્શન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ), એડ્રેસ પ્રૂફની નકલ (રેશન કાર્ડ/ગેસ કનેક્શન બીલ/ઇલેકટ્રીસીટી બીલ) તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો/સરકારશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ આધાર સહિત સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ આ બાબતે રાજ્ય સરકાર  દ્વારા આપવામાં આવતી સુવિધા ઉપરાંત નીચે મુજબની વિશેષ છુટ-છાટો આપવા અંગે માનવતાવાદી અભિગમ દાખવી, યોજનાની અમલવારીમાં રહેલ વિસંગતતાઓ દુર કરવા અંગે મ્યુનિ.કમિશનર સાથે જરૂરી પરામર્શ કરી, વહિવટી પ્રક્રિયા વધું સરળ બનાવતા આ ફ્રી મુસાફરી યોજનાનો વ્યાપ વધારી યોજનાને વધુ લોકભોગ્ય બનાવેલ છે.

‘ઇરરીવર્સીબલ ક્ધડીશન’ હોય તે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ તરફથી જરૂરી પ્રમાણપત્ર સાથે નવી રજુ થનાર તમામ અરજી અન્વયે પણ ‘ફ્રી મુસાફરી આજીવન પાસ’ ઇસ્યુ કરવામાં આવશે.,

” હાલ ત્રણ વર્ષની મુદત માટે ’ફ્રી મુસાફરી પાસ’ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, તેમાં નિયમો હળવા કરી સીનીયર સીટીઝન્સ તરફથી નવી આવનાર તમામ અરજી અન્વયે ’ફ્રી મુસાફરી આજીવન પાસ’ ઇસ્યુ કરવામાં આવશે. સીનીયર સીટીઝન્સને અગાઉ ઇસ્યુ કરાયેલ 50% ક્ધસેશનના આજીવન પાસ પણ માન્ય છે, પરંતુ જે સીનીયર સીટીઝન્સ ફ્રી મુસાફરો પાસ મેળવવા ઈચ્છતા હોય તેઓ તરફથી નવી અરજી સાથે 50% ક્ધસેશન પાસ જમા કરાવ્યેથી ફ્રી મુસાફરી આજીવન પાસ ઈશ્યુ કરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.