લોકોને ડર રાખ્યા વગર રસી લેવા અનુરોધ કરતા ડો. હેપી પટેલ
શહેર અને તાલુકામાં છેલ્લા 1પ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે રસીકરણના ભાગરુપે તાલુકાના ખાખીજાળીયા ગામે 163 સીનીયર સીટીઝનોએ રસી મૂકાવી કોરોનાને ભગાડવા બાથ ભીડી છે.
ખાખીજાળીયા ગામે ક્ધયા શાળાના હોલમાં યોજાયેલ રસીકરણ કેમ્પમાં સર્વ પ્રથમ ગામના સરપંચ કાનાભાઇ રામભાઇ સુવાએ રસી ડોઝ લઇ પ્રારંભ કરાવ્યો હતો. આ કેમ્પમાં ગામના મોટાભાગના સીનીયર સીટીઝમાં 163 જેટલા લોકોએ રસી મુકાવી કોરોનાને ભગાડવા બાથ ભીડી છે. આ કામગીરીમાં તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડો. હેપી પટેલની આગેવાની નીચે આરોગ્ય વિભાગના મહેશભાઇ સુવા, શૈલેશભાઇ નિમાવત, કાનભાઇ સુવા, શ્ર્વેતાબેન પંડયા, રૂષીકાબેન સહિતના સ્ટાફ જોડાયો હતો.
આ અંગે તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડો. હેપી પટેલે જણાવેલ કે અત્યાર સુધીમાં શહેર તાલુકા સહીત 3300 જેટલા સીનીયર સીટીઝનોએ રસી લીધી છે. તાલુકામાં 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. લોકોએ કોઇપણ જાતના ગેરસમજ કે ડર રાખ્યા વગર રસી લેવા અનુરોધ કર્યો હતો.ે રસી લેવા માટે સીનીયર સીટીઝનોએ પોતાનું આધાર કાર્ડ સાથે જે તે ગામમાં કેમ્પ થાય ત્યારે હાજર રહી રસી મુકાવી લેવા અનુરોધ કર્યો હતો.