૬૦ વર્ષથી વધુ ઉમ્રના વરીષ્ઠો વચ્ચે કસમકસનો ક્રિકેટ મુકાબલો: વિજેતા ટીમને રૂ.૨૧ હજારનું ઈનામ
સિનિયર સીટીઝન ટેનિસ ક્રિકેટ એસોસીએશન દ્વારા ઓલ ઈન્ડિયા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા.૨૨, ૨૩ તથા ૨૪ ફેબ્રુઆરી દરમ્યાન જયોતિ સી.એન.સી. જી.આઈ.ડી.સી.મેટોડા તથા ડ્રાઈવ ઈન સિનેમા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.
અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, જીવનના છ દસકા વટાવી જનાર વડિલોને ચાલવા માટે પણ લાકડીનો સહારો લેવો પડતો હશે ત્યારે ૬૦ વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ યુવાન ખેલાડીઓ વચ્ચેનો કશમકશ ક્રિકેટ ફિવર મુકાબેલો યોજાશે જે જોવા માટે ક્રિકેટ રસિકોમાં ખાસ ઉતસાહ પ્રવર્તી રહ્યો છે. સીનીયર સીટીઝન ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ મયુરઘ્વજસિંહ ઝાલા, એડવોકેટ કિશોરસિંહ રાઠોડ, ગંભીરસિંહ જાડેજા, કિશોરસિંહ જેઠવા દ્વારા ટુર્નામેન્ટની માહિતી આપતા જણાવ્યું છે કે, રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હી, ભુજ (કચ્છ), ભાવનગર, સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ વગેરે વિવિધ રાજયમાંથી આવી સીનીયર સીટીઝનો પૂર્વ ક્રિકેટરો કાંડાનું કૌવત બતાવશે.
આ ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર દાતા તરીકે જયોતી સીએનસી ઓટોમેશન લી.મેટોડા પર્વ મેટલ ઈન્ડસ્ટ્રીઝ, બાન લેબ્સ, કનેરીયા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ તેમજ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, એન્ડ્રોઈડ અને રામેશ્વર પેકેજીંગ, એસ.કે.જાડેજા હોટલ ગ્રુપ, નાનામવા યુવા ગ્રુપ, સદગુરુ સીલેકશન વિગેરેનો તન, મન, ધનથી ટુર્નામેન્ટના સુંદર આયોજન માટે સહયોગ મળેલ છે. ટુર્નામેન્ટમાં ખેલાડીને ટ્રેક પેન્ટ તથા ટીશર્ટ, ક્રિકેટ કિટસ તથા આઉટ સ્ટેટની ટીમોને રૂ.૫૦૦૦/- તથા ગુજરાત સ્ટેટની ટીમોને રૂ.૨૦૦૦/- ટ્રાન્સપોર્ટેશન પેટે આપવામાં આવશે.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મયુરઘ્વજસિંહ ઝાલાની રાહબરી હેઠળ કે.એ.રાઠોડ, જી.એચ.જાડેજા, કિશોરસિંહ જેઠવા, રોહિત બુંદેલા, આમદ ડોડીયા, પિયુષભાઈ છાયા, પ્રહલાદભાઈ દવે, રઘુરાજસિંહ ચુડાસમા, નરેન્દ્રભાઈ જાની, ધીરૂભાઈ કાતરા, દિલીપભાઈ મકવાણા, અહેમદ ડોડીયા, પ્રકાશભાઈ સાતા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચો ૧૦ ઓવરની અને સેમી ફાઈનલ ૧૨ ઓવરની રહેશે. ટુર્નામેન્ટની વિજેતા ટીમને રૂ.૨૧,૦૦૦/- રનર્સ એ પણ હકિકત સ્વીકારેલ છે કે, ટીમને રૂ.૧૧,૦૦૦ તથા આકર્ષક ટ્રોફીઓ તેમજ મેન ઓફ સીરીઝને રૂ.૨૫૦૦/- તથા બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ વિકેટકીપર, બેસ્ટ ફિલ્ડરને રૂ.૧૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ આકર્ષક ટ્રોફીઓ આપી નવાજવામાં આવશે તેમ કાર્યક્રમના આગેવાનોએ જણાવ્યું હતું.