અરુણ જેટલીએ સંસદમાં આજે 2018-2019નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે.અરુણ જેટલીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું હતું કે ભારત જલ્દી જ વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. દેશની નિકાસ ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું કે આ વર્ષે બજેટમાં ગ્રામીણ વિસ્તાર, સીનીયર સીટીઝન અને માળખાગત સુવિધા વધારવા પર જોર મુકવામાં આવશે
જો કે વડાપ્રધાન મોદીએ બજેટ પૂર્વે જ જણાવ્યું હતું કે બજેટમાં સુધારા ચાલુ જ રહેશે. જેના પગલે મધ્યમ વર્ગ માટે બજેટ રાહત આપનારું હોઈ શકે છે. સરકાર સીધી રીતે નોકરીયાત લોકોને ટેક્સમાં રાહત આપી શકે છે.
એક એવો અંદાજ છે કે સરકાર ટેક્સ છૂટની સીમા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. એવામાં ૩-૫ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૫ ટકા ટેક્સ લાગી શકે છે. ૫-૧૦ લાખની આવક પર ૨૦ ટકા ટેક્સ લાગે તેવું અનુમાન છે. જ્યારે ૧૦ લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગવાનો અંદાજ છે.
જો ટેક્સ છૂટની સીમામાં 50 હજારનો વધારો કરવામાં આવશે તો એસબીઆઇની એક રિપોર્ટ પ્રમાણે, કુલ ૭૫ લાખ કરદાતાઓ આયકરની સીમામાંથી બહાર થઇ જશે. આ પગલાથી સરકારને લગભગ સાડા 9 હજાર કરોડનું નુકસાન થશે.