સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની કોમર્સ અધ્યાપકની બે બેઠકોનું ચૂંટણી પરિણામ જાહેર: સંકલનના ઉમેદવારોનો અપેક્ષિત વિજય: સ્નેહલ કોટકને ૧૫૩ મત અને અચ્યુત પટેલને ૮૬ મત મળ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ ઈ છે. જયારે અધ્યાપકની ૨૪ પૈકી ૨૨ બેઠકો બિનહરીફ યા બાદ કોમર્સની બે બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાહેર કરાયેલા પરિણામમાં સંકલનના ઉમેદવારોનો અપેક્ષીત વિજય યો છે. જેમાં સ્નેહલ કોટકને ૧૫૩ મત મળ્યા હતા જયારે અચ્યુત પટેલને ૮૬ મત પ્રાપ્ત યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપક સેનેટની ૨૪ માંી ૨૨ બેઠકો ચૂંટણી અગાઉ બિનહરીફ જાહેર ઈ હતી જયારે કોમર્સ અધ્યાપકની બે બેઠકો માટે ૯મીએ ચૂંટણી યોજાઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના જુદા જુદા મતદાન કેન્દ્રો પર યોજાયેલી ચૂંટણીમાં ૯૬ ટકાી વધુ મતદાન યું હતું. કોમર્સની બે બેઠકની ચૂંટણીમાં ચાર ઉમેદવારો પ્રતિલાલ ડોબરીયા, ગોંડલના નિર્મળસિંહ ઝાલા, ધમસાણીયા કોલેજના અધ્યાપક અચ્યુત પટેલ અને જામનગરના સ્નેહલ કોટક વચ્ચે ચૂંટણીજંગ ખેલાયો હતો.
૯મીએ અધ્યાપક કોમર્સની બે બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેર કર્યું હતું અને ચૂંટણી દરમિયાન સંકલનના બન્ને ઉમેદવારો સ્નેહલ કોટક અને અચ્યુત પટેલનો અપેક્ષીત વિજય યો હતો. અન્ય બે હરીફ ઉમેદવારોને માત્ર ગણતરીના જ મત પ્રાપ્ત યા હતા. જયારે સૌી વધુ સ્નેહલ કોટકને ૧૫૩ મત અને અચ્યુત પટેલને ૮૬ મત પ્રાપ્ત યા હોવાનું યુનિવર્સિટી વર્તુળમાંી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોમર્સ અધ્યાપકની બે બેઠકો માટે કુલપતિ સહિતનાઓએ અગાઉી જ અપેક્ષીત બન્ને ઉમેદવારો માટે લોબીંગ શ‚ કરી દીધું હતું અને ચૂંટણી સમય દરમિયાન જ ઉપરોકત બન્ને ઉમેદવારોનો વિજય નિશ્ર્ચિત માનવામાં આવતો હતો અને આજે પરિણામ પણ તે પ્રમાણે જ આવતા સંકલન બોડીમાં ખુશીનો માહોલ છવાયો છે. કોમર્સની બે બેઠક ઉપર આ બન્ને ઉમેદવારોએ જંગી મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો છે.