Jamnagar News : જામનગર સમગ્ર દેશભરમાં ૨ સપ્ટેમ્બરે ઉજવવામાં આવતો રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ. આ વર્ષે પણ જામનગર અને ખંભાળિયામાં વિશેષ ઉજવણી સાથે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ નિમિત્તે જામનગરની ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને ખંભાળિયાની એસ્સાર પાવર લિમિટેડમાં વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરની ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં યોજાયેલા સેમિનારમાં પ્રદૂષણના પ્રકારો, તેના કારણો અને તેનાથી થતા નુકસાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રદૂષણ નિવારણ માટેના ઉપાયો અને નાગરિકોની જવાબદારી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાળિયાની એસ્સાર પાવર લિમિટેડમાં યોજાયેલા સેમિનારમાં કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે કરવામાં આવતા પ્રયાસો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કંપનીના અધિકારીઓએ કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતી અદ્યતન તકનીકો વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, કંપની દ્વારા સ્થાનિક સમાજને પ્રદૂષણ નિવારણ માટે જાગૃત કરવા માટે કરવામાં આવતા પ્રયાસો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
વધતી જતી વસ્તી અને ઔદ્યોગિકીકરણને કારણે પ્રદૂષણ એ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. પ્રદૂષણ માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ ખૂબ જ હાનિકારક છે. પ્રદૂષણને કારણે હવા, પાણી અને જમીન દૂષિત થઈ રહી છે. આપણે બધાએ મળીને પ્રદૂષણ નિવારણ માટે પ્રયાસ કરવા જોઈએ.
અહેવાલ : સાગર સંઘાણી