સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા તા.૨૮ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે બજેટ ફોર ન્યુ ઈન્ડીયા શિર્ષક હેઠળ સામાન્ય બજેટ ૨૦૧૮–૧૯ પર એક પરિસંવાદનું આયોજન કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ શીપીંગ કેમીકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં રાખેલ હતા.
આ કાર્યક્રમમાં બજેટ અંગે વિસ્તૃત માહિતી આપતા મંત્રી મનસુખ માંડવીયાએ જણાવેલ હતુ. કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વપ્નના નવા ભારતની નિર્માણની આધારશિલારૂપ આ બજેટ છે. અમારી સરકારની કલ્પના છે કે દેશમાં કોઈ ગરીબે દવા વિના મરવુંના પડે, દરેક પાસે ઘરનું ઘર હોઈ, દરેક પાસે પાણી અને ગેસનું કનેકશન હોઈ તથા તમામ નાગરીકોને રોજગારીની તકો હોઈ આ બજેટમાં સરકારે જીવનધોરણ સુધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરેલ છે. આ માટે ગ્રામ્ય ક્ષેત્ર અને આરોગ્યક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. રૂ.૨૧.૪૭ લાખ કરોડના કુલ વાર્ષિક ખર્ચના અંદાજ સામે રૂ.૧૪.૫૦ લાખ કરોડનો ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં કરાશે જેથી ગ્રામ્ય અર્થતંત્રને વેગ મળશે સાથે આ ખરીદશકિત વધતા શહેરી વેપારીમાં વધારો થશે. વધુમાં ભારત સરકાર દેશનાં ૫૦ કરોડ ગરીબ લોકોને બહેતર સ્વાસ્થ્ય સુરક્ષા આપવા આયુષ્યમાન ભરત સ્કીમ લાવેલ છે. જેના થકી લોકોને આરોગ્ય સુરક્ષા મળશે અને સ્વસ્થ ભારતનું નિર્માણ શકય બનશે. આમ ગરીબ ગામડું કૃષિ રોજગાર અને કારીગરોને તકો પ્રદાન કરતું વર્ષ ૨૦૧૮–૧૯નું બજેટ સર્વગ્રાહી છે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મેનેજમેન્ટ, પ્રોફેસર અને વિદ્યાર્થીઆે બહોળી સંખ્યામાં જોડાઈ લાભ લીધેલ હતો.