સર્વોદય શાળામાં ધો. ૧૦ અને ૧ર બોર્ડના વિઘાર્થીઓ તથા શાળાના તમામ શિક્ષકો માટે સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં ર૦ કરતા વધારે દેશનો પ્રવાસ કરેલ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સર્ફોર્મેશનલ કોચ તરીકે કાર્યરત અને હાલ સ્વિટઝલેન્ડ સ્થાયી મુળ ગુજરાતના નીશાબેન બુટાણી વકતા તરીકે હાજર રહ્યા હતા. બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા કઇ રીતે પ્રાપ્ત કરવી તેમનું માર્ગદર્શન આપ્યું હતું. વિઘાર્થીઓએ પ્રશ્ર્નોતરી દ્વારા પણ માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે સાથે વર્તમાન સમયમાં પ્રામાણિકતા અને નિષ્ઠાથી શ્રેષ્ઠ શિક્ષક બની કઇ રીતે ફરજ અર્પણ કરવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ સેમીનારમાં સંસ્થાપક ભરતભાઇ ગાજીપરા, આચાર્યા ગીતાબેન ગાજીપરા, ટ્રસ્ટી ગૌરવભાઇ પટેલ, એકેડેમીક હેડ કમલેશભાઇ ત્રિવેદી, સાયન્સ વિભાગના પ્રિન્સીપાલ ડો. નીતીનભાઇ જોશી, કોમર્સ વિભાગના હેડ મનોજભાઇ તળપદા, સ્પોર્ટસ હેડ નયનભાઇ મહેતા, માઘ્યમિક વિભાગના હેડ પુલકિતભાઇ પટેલ, ચેતનાબેન ભીમાણી તેમજ તમામ શિક્ષકમિત્રો, વિઘાર્થીઓ અને વાલીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.